BJP Gujarat ના સાંસદો વિકાસના ઢોળા વાયદાઓ કરે છે, પરંતુ તે વાયદાઓ કેટલી હકીકત છે તે જાણીને તમે ચોંકી જશો. રાજ્યના સાંસદોને મળેલી Member of Parliament Local Area Development (MPLAD) ગ્રાન્ટમાંથી રૂ. 254 કરોડ ફાળવાયા હતા, પરંતુ નવેમ્બર 2024 સુધીમાં માત્ર રૂ. 10.21 કરોડનો જ ઉપયોગ થયો છે. શેષ રૂ. 244 કરોડ હજી સુધી વાપરાયા જ નથી. આ આંકડા માત્ર નિકામી વ્યવસ્થાપન નહીં, પણ ચૂંટણી સમયે આપેલા વચનોની પોલ પણ ખુલ્લી પાડે છે.
3,823 ભલામણો, પરંતુ માત્ર 93 કામ પૂર્ણ
ગુજરાતના 26 સાંસદોએ કુલ 3,823 કામોની ભલામણ કરી હતી, જેમાંથી માત્ર 93 કામોનો જ અમલ થયો છે. સૌથી ખરાબ પરિસ્થિતિ એ છે કે 14 લોકસભા મતવિસ્તારોમાં તો એક પણ કામ જમીન પર આવ્યું જ નથી.
આ પણ વાંચો – Gandhinagar: CM કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
CR Paatil (નવસારી), Geniben Thakor (બનાસકાંઠા) સહિત 6 સાંસદોએ એક પણ પાઈનો ઉપયોગ કર્યો નથી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, ગાંધીનગર, બનાસકાંઠા, અને આદિવાસી વિસ્તારોમાં પણ કોઇ કામગીરી જોવા મળી નથી. પ્રભુ વસાવા (બારડોલી) કામોની ભલામણ અને કાર્યાન્વયન બંનેમાં સૌથી સક્રિય રહ્યાં છે. મનસુખ વસાવા (ભરૂચ) ગ્રાન્ટના ઉપયોગમાં સૌથી આગળ રહ્યા છે. ગુજરાતના મતદારો હવે સવાલ ઉઠાવી રહ્યા છે – વિકાસના દાવાઓ કાગળપર છે કે જમીન પર? લોકોના ટેક્સના પૈસાથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ ના થાય તો જવાબદારી નક્કી થવી જોઈએ.