BJP Gujarat: છુટ્ટા હાથની મારામારીનો મામલો

BJP Gujarat

BJP Gujarat: સુરત શહેરના ભાજપ કાર્યાલયમાં અચાનક રાજકીય ગરમાવો સર્જાયો છે. ભાજપના બે કાર્યકર્તા વચ્ચે છુટા હાથની મારામારી થતા સમગ્ર ઘટનાએ શહેરના રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી છે. મળી રહેલી માહિતી મુજબ, શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થયા બાદ વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે લાફાવાળી સુધીની પરિસ્થિતિ ઊભી થઈ. આ બબાલ દરમિયાન અનેક કાર્યકર્તાઓ સ્થળ પર હાજર રહ્યા હતા, જેના પગલે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

BJP Gujarat શહેર પ્રમુખ પરેશ પટેલએ તાત્કાલિક કાર્યવાહી રૂપે બંને પક્ષ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે “પાર્ટી કાર્યાલય એ શિસ્ત અને સંગઠનનો મંડપ છે, અહી અણશિસ્ત સહન કરાશે નહીં.” પરેશ પટેલે ત્રણ દિવસની અંદર સમગ્ર મામલે વિગતવાર ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. સુરતના રાજકીય વર્તુળોમાં હાલ આ ઘટનાની ભારે ચર્ચા છે. ભાજપના આંતરિક તણાવના આ બનાવે ફરી એકવાર શહેરની રાજનીતિમાં ગરમાવો પેદા કર્યો છે.

આ પણ વાંચો – Patidar Samaj: સુરતમાં યોગીચોક ખાતે મોટી બેઠક

Scroll to Top