Election Commission નો રિપોર્ટ થયો જાહેર,ભાજપ અને કોંગ્રેસને મળ્યું આટલું દાન

Election Commission: 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ને દાન ગયા વર્ષની સરખામણીમાં 87 ટકા વધીને રૂ. 3,967.14 કરોડ થયું છે.જ્યારે પાર્ટીના કુલ હિસ્સામાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને અડધાથી પણ ઓછો થઈ ગયો છે. ચૂંટણી પંચ દ્વારા સોમવારે પ્રકાશિત વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે,ભાજપને આપવામાં આવેલ સ્વૈચ્છિક દાન 2022-2023માં રૂ. 2,120.06 કરોડથી વધીને 2023-2024માં રૂ. 3,967.14 કરોડ થયું છે.

ભાજપને 2023-2024માં 3,967.14 કરોડ થયું

ભાજપ (BJP) ને ચૂંટણી બોન્ડના રૂપમાં 1685.62 કરોડ રૂપિયા મળ્યા છે.જે તેના કુલ દાનના 43 ટકા છે.જ્યારે 2022-2023માં પાર્ટીને ચૂંટણી બોન્ડના રૂપમાં 1294.14 કરોડ રૂપિયા મળ્યા હતા.જે કુલ દાનના 61 ટકા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરી દીધી હતા.લોકસભા ચૂંટણી વર્ષ માટે સામાન્ય પ્રચાર માટે ભાજપ (BJP) નો ખર્ચ ગયા વર્ષના રૂ. 1092.15 કરોડથી વધીને રૂ. 1754.06 કરોડ થયો છે. તેમાંથી 591.39 કરોડ રૂપિયા જાહેરાતો અને પ્રચાર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. દાનની બાબતમાં કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી પાછળ હોવા છતાં ચૂંટણીના વર્ષમાં તેના દાનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

કોંગ્રેસને 646.39 કરોડ દાન મળ્યું

કોંગ્રેસે (congress) વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે,પાર્ટીનું દાન 2022-2023માં રૂ. 268.62 કરોડથી 320 ટકા વધીને 2023-2024માં રૂ. 1,129.66 કરોડ થયું છે. પાર્ટીને મળેલા કુલ દાનમાં ઈલેક્ટોરલ બોન્ડનો હિસ્સો 73 ટકા હતો.જે 828.36 કરોડ રૂપિયા થયો છે. જ્યારે 2022-2023માં તે 171.02 કરોડ રૂપિયા હતો. કોંગ્રેસ (congress) નો ચૂંટણી ખર્ચ ગત વર્ષના રૂ. 192.55 કરોડથી વધીને રૂ. 619.67 કરોડ થયો છે.ગયા અઠવાડિયે ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત 2023-2024 માટે ટીએમસીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર પાર્ટીની આવક ગયા વર્ષની સરખામણીમાં રૂ. 333.46 કરોડથી વધીને રૂ. 646.39 કરોડ થઈ છે. પાર્ટીને લગભગ 95 ટકા દાન ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળ્યા હતા.

Scroll to Top