Local Body Election: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી સહિત ત્રણેય પાર્ટીએ ફોર્મ ભરીને ચૂંટણીની તૈયારી ચાલુ કરી દિધી છે. ગઈ કાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ્ર થઈ ગયું છે. જેમાં ભાજપ 68 નગકપાલિકા અને 215 બેઠક પર ભાજપ બિનહરીફ વિજય થયું હતું.હવે પ્રચારના બ્યુગલફૂંકાય ગયા છે.જેમાં ભાજપે સ્ટાર પ્રચારની યાદી જાહેર કરી હતી.
આ નામ ચોકવનારૂ
ભાજપની સ્ટાર પ્રચારકની યાદીમાં પ્રથમ નંબરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (BHUPENDR PATEL) ,નિતીન પટેલ,મનસુખ માંડવિયા,પુરૂષોતમ રૂપાલા,રૂત્નાકર,ગોરધન ઝડફિયા,રંજની પટેલ,વિનોદ ચાવડા,ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા,બ્રિજેશ મેરજા,બલવિંતસિંહ રાજપુત,પ્રશાંત કોરાટ,ગોતમ ઘેડિયા,મંયક નાયક,ઉદય કાનગડ,લવિંગજી ઠાકોર સહિત નેતાને સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન મળ્યું છે. જેતપુર નગરપાલિકામાં વિવાદ થયો હતો. તેમા પ્રશાંત કોરાટનું નામ સામે આવ્યું હતું.પરંતુ હવે સ્ટાર પ્રચારકની યાદીમાં પ્રશાંત કોરાટનું નામ આવતા જેતપુરના નગરપાલિકાના ઉમેદવારના હોશ ઉડી ગયા હતા.
68 નગકપાલિકામાં 196 બેઠકો પર BJP બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) માં નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે.જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની ૯ બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની ૧૦ બેઠકો એમ કુલ મળીને ૨૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય થયો હતો.