Political Donations: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મળ્યું ત્રણ ગણું ફંડ, ભાજપને દાનમાં મળેલી રકમના આંકડા જાણી શોકી જશો

Political Donations: 2023-24માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ (Congress) બંનેના ભંડોળમાં વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ ભાજપને આ વર્ષે અંદાજે 2,244 કરોડ રૂપિયા મળ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં ત્રણ ગણા વધુ છે. જ્યારે કોંગ્રેસ (Congress) ને 288.9 કરોડ રૂપિયા મળ્યા છે. જે 2022-23ની સરખામણીમાં કરતા વધુ છે. આ ડેટા ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને દર્શાવે છે કે બંને મુખ્ય પક્ષો માટે ભંડોળ એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે.

ભાજપને Prudent Electoral Trust તરફથી રૂ. 723.6 કરોડનું દાન મળ્યું

આ અહેવાલ મુજબ ભાજપને Prudent Electoral Trust તરફથી રૂ. 723.6 કરોડનું દાન મળ્યું છે. જ્યારે કોંગ્રેસ (Congress) ને એ જ ટ્રસ્ટમાંથી રૂ. 156.4 કરોડનું દાન મળ્યું છે. આનો અર્થ એ થયો કે 2023-24માં ભાજપના કુલ ફંડનો એક તૃતીયાંશ અને કોંગ્રેસ (Congress) નો અડધો ભાગ આ ટ્રસ્ટમાંથી આવ્યો હતો. આ ટ્રસ્ટ દેશની અગ્રણી કંપનીઓ જેમ કે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા લિમિટેડ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, આર્સેલર મિત્તલ અને ભારતી એરટેલ પાસેથી પૈસા મળે છે.

ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી

ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા ફંડનો ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ના જાહેર કરાયેલા દાનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈલેક્ટોરલ બોન્ડની માહિતી વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જ આપવામાં આવે છે. ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. જેના પછી રાજકીય પક્ષો માટે ફંડ એકત્ર કરવાનો મુખ્ય સ્ત્રોત હવે સીધો અથવા ટ્રસ્ટ દ્વારા બની ગયો છે.

આ પાર્ટીને મળ્યું આટલું દાન

2023-24માં આમ આદમી પાર્ટીને રૂ.11.1 કરોડ દાનમાં મળ્યા હતા. જ્યારે તેને ગત વર્ષમાં રૂ. 37.1 કરોડ મળ્યા હતા. CPMને દાનમાં 2023-24માં રૂ. 7.6 કરોડ મળ્યું હતું. મેઘાલયમાં સત્તામાં રહેલી નેશનલ પીપલ્સ પાર્ટીએ 14.8 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. જ્યારે BSP અને BJDએ 20,000 રૂપિયાથી વધુ કોઈનું દાન જાહેર કર્યું નથી. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેને વર્ષ 2023-24માં 46.7 લાખ રૂપિયાનું ફંડ મળ્યું છે.

Scroll to Top