BJP: દિલ્હીમાં જીત બાદ ભાજપની આ બે રાજ્યો પર નજર

BJP:  27 વર્ષ પછી દિલ્હીની ચૂંટણીમાં ભાજપની સરકાર બન્યા બાદ હવે પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું કેરળ અને પશ્ચિમ બંગાળ પણ ભાજપના આગામી મિશન હશે? કારણ કે, ભારતીય જનતા પાર્ટીએ કેરળ અને પશ્ચિમ બંગાળમાં ક્યારેય સરકાર બનાવી નથી. આ બંને રાજ્યોમાં ડાબેરી અને પ્રાદેશિક પક્ષોનો મજબૂત પ્રભાવ રહ્યો છે, જેના કારણે ભાજપ અત્યાર સુધી સત્તામાં આવી શક્યું નથી.

આવતે વર્ષે બંગાળમાં ચૂંટણી

દિલ્હીમાં લાંબા સમયથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ની સરકારો રચાઈ રહી હતી. 1998થી ભાજપ અહીં સત્તામાં આવી શક્યું નથી. પરંતુ 2025માં કેજરીવાલની ઘટતી લોકપ્રિયતા અને મોદીના નેતૃત્વમાં ચૂંટણી રણનીતિએ ભાજપને વિજય અપાવ્યો હતો.હવે કેરળ અને બંગાળ વિશે પણ એ જ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. શું ભાજપ દિલ્હીમાં મળેલી સફળતાનું પુનરાવર્તન કેરળ અને પશ્ચિમ બંગાળમાં કરી શકશે?

કેરાળમાં પણ આવતા વર્ષે ચૂંટણી

2016માં ભાજપના પહેલા ધારાસભ્ય (ઓ. રાજગોપાલ) જીત્યા પરંતુ 2021ની ચૂંટણીમાં પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહીં. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને ખાસ ફાયદો થયો ન હતો. પરંતુ, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે વધતા મતભેદોનો ફાયદો ભાજપને થઈ શકે છે. ભાજપે તાજેતરમાં કેરળમાં ખ્રિસ્તી સમુદાય પ્રત્યેના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે, જેની અસર ચૂંટણી પર પડી શકે છે. જો ભાજપ મુસ્લિમ અને ખ્રિસ્તી મતોમાં પ્રવેશ કરવામાં સફળ થાય છે તો તે કેરળમાં આગળ વધી શકે છે. સૌથી મોટો પડકાર એ છે કે કેરળમાં ભાજપની મુખ્ય વોટ બેન્ક હજુ મજબૂત નથી.

 

 

 

Scroll to Top