Satadhar: સત્તાધાર આપા ગીગા વિવાદનો અત્યારસુધીનો સૌથી મોટો ખુલાસો, વિસાવદર પોલીસે નીતિન ચાવડાનું નિવેદન લીધું

સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર (Satadhar) મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સત્તાધાર (Satadhar) ની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ તેના પર આક્ષેપ કર્યા હતા. હવે આ આક્ષેપના જવાબમાં મહંત વિજય બાપુએ મૌન તોડ્યું હતું. તેમણે સમગ્ર મામલે વિજય બાપુએ તપાસ કમિટી બેસાડવા માંગ કરી હતી. હવે મહંતના ભાઈ નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ ભાવનગર પહોંચી છે.

નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ નિવેદન લેવા પહોંચી

નિતીન ચાવડાએ સતાધાર (Satadhar) જગ્યાના મહંત અને ત્યાં રહેતા ગીતાબેન વ્યાસને લઈ વિજય ભગતના મોટાભાઈએ ગંભીર આક્ષેપો સાથે સીએમને પત્ર લખ્યો હતો. હવે તેની તપાસ કરવા વિસાવદર પોલીસ ભાવનગર મહંતના ભાઈ નીતિન ચાવડાના ઘરે જઈ નિવેદન લીધું હતું. આ નિવેદન બાદ સત્તાધાર (Satadhar) ના વિવાદ પર પડદો ઉઠવાની સંભાવના રહેલી છે. અત્યારસુધી જે પણ આક્ષેપ કર્યા હતા તેની હકીકત સામે આવી જશે.

બાપુએ તપાસ કમિટી બેસાડવાની કરી માગ

મહંત વિજય બાપુએ મીડિયા સામે કહ્યું કે સમગ્ર ઘટના પાછળ ચોક્કસ માણસોનો હાથ છે. પૂર્વાશ્રમના નીતિન ભાઈ કોઈના વિચારોમાં આવીને બોલ્યા હશે. અમે સનાતન ધર્મની સેવા ખુલ્લા મેદાનમાં કર્યે છીએ. અમારો પ્રભાવ હાથ જોડીને ઉભો રહેવાનો છે. તેમણે વધુમાં કહ્યું સમગ્ર મામલે સરકાર સાથે મળી અથવા આગેવાનો સાથે રાખી તપાસ કમિટી બેસાડવાની માંગ કરી છે. પડકાર ફેકતા કહ્યું સમય આવશે ત્યારે જવાબ આપીશું.

Scroll to Top