Salman Khanને ધમકી આપવાના કેસમાં મોટો ખુલાસો, વડોદરાના યુવકની ધરપકડ

big revelation in Salman Khan threat case Vadodara youth arrested

Mumbai :બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન(Salman Khan)ને મારી નાખવાના કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. વર્લી પોલીસે સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વડોદરા શહેરમાંથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે યુવકની પુછપરછ કરી નોટિસ પાઠવી છોડી મુક્યો હતો.

બનાવની મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બોલીવુડના અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ મામલે પોલીસે વડોદરા(Vadodara)થી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે પોલીસે મેસેજ મોકલનાર 26 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો. જે વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. મુંબઈ પોલીસે પૂછપરછ કર્યા બાદ પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.પોલીસની ટીમે યુવકની પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં નોટિસ પાઠવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

વાઘોડિયા પોલીસ સ્ટેશનના PI પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસ દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ રવાલ ગામમાંથી કરવામાં આવ્યો હતો. જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈને તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લા 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ દરમિયાન ધમકી ભર્યો મેસેજ મોકલી દીધો હતો. જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી.

માનસિક અસ્થિર યુવકને 2-3 દિવસમાં વર્લી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઇ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (2) (3) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધાયો હતો. અને તેની તપાસ છેક વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચી હતી. પૂછપરછ દરમ્યાન ધમકી ભર્યો મેસેજ કરનાર યુવકની માનસિક હાલત યોગ્ય નહીં હોવાનું બહાર આવ્યું છે. પરિણામે પરિવારજનોને યુવકને ત્રણ દિવસમાં મુંબઈ પોલીસ સમક્ષ મેડીકલ સર્ટીફીકેટ સાથે હાજર રહેવા જણાવ્યું છે.


Salman Khan Death Threat | સલમાન ખાનની કારને બૉમ્બ ઉડાવી દેવાની ધમકી, WhatsApp પર આવ્યો મેસેજ


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

Scroll to Top