Gondal : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે માત્ર એક જ શહેરની ચર્ચા છે તે છે ગોંડલ.. તાજેતરમાં મુળ રાજસ્થાની જાટ અને ગોંડલમાં રહેતો અને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો યુવક રાજકુમાર જાટનું મૃત્યુ થયું. યુવકના મૃત્યુ બાદ તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, જયરાજસિંહ અને ગણેશ ગોંડલ દ્વારા તેમના પુત્રની હત્યા કરવામાં આવી. જો કે, રાજકોટ ગ્રામ્ય પોલીસે પિતા-પુત્રને ક્લીન ચિટ આપી અને રાજકુમારનું મૃત્યુ અકસ્માતે થયું તેવું જાહેર કર્યું. જો કે, રાજસ્થાનમાં આ યુવકના મૃત્યુનો મામલો ઉગ્ર બન્યો. રાજસ્થાનના જાટ સમુદાયે સીબીઆઈની જ માંગ કરી. આક્ષેપ કર્યો કે, માત્ર 3 મીનિટના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા. ત્યારે હવે, ફોરેન્સિક રિપોર્ટને લઈને હવે સૌથી મોટો ખુલાસો થયો છે.
ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારમાં મોટો ખુલાસો થયો છે. દિવ્ય ભાસ્કર પાસે રાજકુમાર જાટનો ફોરેન્સિક રિપોર્ટ છે. દિવ્ય ભાસ્કરે આ રિપોર્ટ મામલે નિષ્ણાંત ડોક્ટરો પાસે સમીક્ષા કરાવવામાં આવી હતી. જેમાં મોટા ખુલાસા થયા છે. ફોરેન્સિક રિપોર્ટમાં દર્શાવામાં આવ્યું છે કે, શરીર પર લાકડીથી મારનાં નિશાન છે. ગુદામાં 7 સેમી ઊંડો ચીરો જોવા મળ્યો. નિષ્ણાંત ડોક્ટરોનું માનવું છે કે, આ પ્રકારની ઈજા અકસ્માતથી નહિ, પરંતુ હત્યાથી જ થઈ શકે. જો કે રાજકોટ પોલીસ રાજકુમારના મોતને અકસ્માત કહી રહી છે. જો,કે પીએમ રિપોર્ટમાં અનેક શંકાઓ સામે આવી છે.
મુખ્યત્વે મુદ્દા નં.30 અને 31માં જોવા મળ્યા ખુલાસા છે. યુવાનની ગુદામાં 7 સે.મી.ઊંડો ચીરો છે. લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા પણ નિશાન જોવા મળ્યા છે. આ 4-4 સે.મી.ના ઈજાના નિશાન છે. આ સિવાય, અનેક નાની મોટી ઇજાઓ થઇ તેના પણ નિશાન છે. માત્ર અકસ્માતને કારણે ન થાય એવી ઇજાઓ શંકા ઉપજાવી રહી છે.
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ડોક્ટરોએ આ રિપોર્ટ જાહેર કર્યો છે. ત્રણ નિષ્ણાત ડોક્ટરની ટીમ પી.આર.વરૂ, એમ.એમ. ત્રાંગડિયા અને પી.જે.મણવરે રિપોર્ટ જાહેર કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઇજાના નિશાન વર્ણવ્યા છે. પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે. બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઇજા થઇ તેનું વર્ણન કરાયું છે. મહત્વનું છે કે, આ ઉપરાંત ગુદાના ભાગે તેમજ વૃષણ કોથળી પર જે ઉજરડાના અને ચીરાનાં નિશાન છે એ પણ શંકા ઊપજાવે એવાં છે.