Kutiyana: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાણાવાવ-કુતિયાણા (Kutiyana) નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી. સ્થાનિક સ્વરાજની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી 14 સીટ જીતવામાં સફળ રહ્યા છે. જ્યારે ભાજપ માત્ર 10 બેઠક જીતવામાં સફળ રહી હતી. હવે રાણાવાવ અને કુતિયાણા (Kutiyana) થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
શાંતિબેન માલદેભાઇ ઓડેદરાની વરણી
ચૂંટણીના પરીણામ બાદ આ બંન્ને નગરપાલીકા પર પ્રમુખની રાહ જોવાતી હતી. હવે આ બંન્ને નગરપાલીકા પર પ્રમુખની નામ જાહેર કરવામાં આવી છે. જેમાં કુતિયાણા (Kutiyana) નગરપાલિકાના પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઇ ઓડેદરાની વરણી કરવામાં આવી છે. જ્યારે કુતિયાણા (Kutiyana) નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે કાના જાડેજાની પંસદગી કરવામાં આવી છે.રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ગીતાબેન જીતેન્દ્રભાઇ ભુતીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે રમાબેન ભરતભાઈ પીપરોતરની વરણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રાણાવાવ અને કુતિયાણામાં બંન્ને સમાજવાદી પાર્ટીની બોડી છે.
કુતિયાણાની બજારમાં કાના જાડેજાની એન્ટ્રી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી રસપ્રદ સીટ આ હતી. જેમાં બે પરીવાર સામ સામે ચૂંટણી લડી રહ્યા હતા.જેમાં ભાજપ તરફથી ઠેલીબેન આડોદર અને તેની સામે કુતિયાણા (Kutiyana) ના ધારાસભ્ય કાંધલ જાડેજા વચ્ચે સીધી જંગ હતી. જેમાં કાંધલ જાડેજાની આગેવાનીમાં કાના જાડેજાએ જીત હાંસલ કરી હતી. આ જીત બાદ સમગ્ર કૂતિયાણા (Kutiyana) માં ઉજવણી થઈ રહી છે.