Gujaratમાં ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Weather News : ઊનાળો શરૂ થતાની સાથે જ રાજ્યભરમાં આકરી ગરમી પડી રહી છે. ત્યારે હવે ગરમીથી રાહત આપતા સમાચાર હવામાન વિભાગ દ્વારા સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા હાલ ગરમીમાં વધારો નહિ થાય. ગરમીમાં થોડી રાહત મળશે. આ દરમિયાન પવન જે છે એ ઉતરથી પુર્વ તરફ ફેંકાશે.

આ અંગે વધુ માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર નહિ થાય. આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં ગરમ પવનો લૂ ફૂંકાશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, ગરમીનું જોર ઘટશે.

હીટવેવથી બચવા શું કરવું અને શું ના કરવું?

આટલું કરો

* તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું

* શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો

* ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો

વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો

આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો

* પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો

* બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો

આટલું ના કરો

* શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું

શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફટ ડ્રિક્સ ના લેવા

* મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ટાળવો

લૂ લાગેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર

* જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો

શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો

લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા

જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઇ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઇ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી

Scroll to Top