હવામાન વિભાગની મોટી આગાહી, અગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે

ગુજરાતમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ રહેલી નથી. પરંતુ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાના કારણે જે પ્રકારે ઠંડીની શરુઆત થઈ હતી તેમાં ઘટાડો થયો હતો. ઉત્તર ભારતમાં પણ આતુરતાથી હિમવર્ષાની રાહ જોવાઈ રહી છે. તેની અસરો પણ ગુજરાતના હવામાન પર પડવાની સંભાવના રહેલી છે.

આગામી 7 દિવસ હવામાનમાં મોટા ફેરફારોની શક્યતા

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે, આગામી 7 દિવસ હવામાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ રહેલી નથી. પરંતુ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પરંતુ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી. આમ રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો થઈ શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતના નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રી પહોંચી શકે છે

આ ઉપરાંત હવામાન વિભાગ દ્રારા અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે. ગુજરાતમાં ઉત્તરપશ્ચિમ અને ઉત્તરના પવનો આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તર બાજૂના પવનો ફૂંકાશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી છે. ગુજરાતમાં આવનારા પવનો ઉત્તરથી રાજસ્થાન થઈને આવશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ સામાન્ય વધી શકે છે. આમ બે દિવસ પછી તાપમાનમાં હળવો વધારો થઈ શકે છે. પરંતુ કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ રહેલી નથી.

Scroll to Top