Devayat Khavad ની મોડી રાત્રે મોટી બબાલ,ગાડી પર હિંચકારો હુમલો

Devayat Khavad: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ તેમના નિવેદનના કારણે વિવાદમાં આવતા હોય છે. ત્યારે દેવાયત ખવડને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડની ગાડી ઉપર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.જેના કારણે દેવાયત ખવડ ડાયરામાં સમય પહોંચ્યા ન હોવાની માહિતી સામે આવી છે.

દેવાયત ખવડની કાલે રાત્રે મોટી બબાલ: સૂત્રો

દેવાયત ખવડે એક દિવસે 2 ડાયરાના કામ રાખતા વિવાદ થયાની માહિતી સામે આવી છે. તેઓ આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના પીંપળાવ ગામે નવનિર્મિત મંદિરમાં શિવ પરિવારની મૂર્તિ તથા મહીસાગર માતાજી ના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી રાધા કૃષ્ણની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે દેવાયત ખવડે ભવ્ય લોકડાયરો યોજીયો હતો.

સાંણદના Dysp સમગ્ર ઘટનાથી અજાણ

પ્રાથમિક માહિતી અનુસાર દેવાયત ખવડ એક દિવસે 2 ડાયરા ગોઠવતા વિવાદ થયો હતો. જેમાં ચાંગોદરના દરબારે ખવડના ડ્રાઈવર કાનાભાઈને માર માર્યો તથા ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.જો કે સમગ્ર મામલે પોલીસ અજાણ છે.સાંણદના ઇન્ચાર્જ Dysp પ્રકાશ પ્રજાપતિએ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું રટણ કર્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ કોઈપણ સમયે FIR નોંધી શકે છે.

દેવાયત ખવડે એક દિવસે 2 ડાયરાના કામ રાખ્યા હતા: સૂત્રો

ગુજરાતન ખ્યાતનામ અને વિવાદિત કલાકાર દેવાયત ખવડને ચાંગોદર નજીક દેવાયત ખવડના ડ્રાઈવરને માર માર્યાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મૂજબ એક જ જગ્યાએ બે કાર્યકમ રાખવાના કારણે અડધી રાત્રે મારા મારી થઈ હતી.દેવાયત ખાવડ જે કાર્યકમ હાજર ન રહ્યા તે ચૌહાણ પરીવારનો હતો.આ કાર્યક્રમમાં ખવજ હાજર ન રહેતા સ્થાનિક લોકો સાથે ઘર્ષણ સર્જાયું હતું.

 

 

 

Scroll to Top