Bhavnagar Police: ભાવનગરના તળાજા તાલુકાના Datha Police Station ના PI દ્વારા એક યુવકને ત્રણ દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. યુવકને એટલી હદ સુધી માર મારવામાં આવ્યો છે કે એને હોસ્પિટલ ખસેડવો પડ્યો. રામજીભાઈ મેર નામના રત્ન કલાકાર યુવકને ધોકો અને બેલ્ટ વડે પોલીસે માર માર્યા હોવાનો આક્ષેપ પરિવારના સભ્યો લગાવી રહ્યા છે. ત્રણ દિવસ સુધી યુવકને પોલીસ સ્ટેશનની અંદર રાખીને માર મારવામાં આવે છે. અંતે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જ યુવક બેભાન થઈ જાય છે. ત્યારે દાઠા પોલીસ સ્ટેશનના PI 108 ના બદલે પોલીસ વાનની અંદર ખાનગી હોસ્પિટલે ખસેડી રહ્યા હતા. કેમ કે લોકોની સમક્ષ જો પોલીસ સ્ટેશનની અંદર 108 અથવા કોઈ એમ્બ્યુલન્સ આવે તો તમામે લોકો ત્યાં પહોંચી જાય કે કેમ પોલીસ સ્ટેશનની અંદર 108 અથવા એમ્બ્યુલન્સ પહોંચી. પોલીસનું એ રહસ્ય જે ખાનગી વાત રાખવાની હોય છે એ ખુલ્લી પડી જાય.
ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનના PI એ જ્યારે ખાનગી વાનની અંદર પોલીસ વાનની અંદર જ્યારે તેમને ખાનગી હોસ્પિટલ ખસેડી રહ્યા હતા. એ સમયે પરિવાર ત્યાં પહોંચી ગયો અને પરિવારે તત્કાલ એ તેમના સભ્યને પરિવારના એ વ્યક્તિને સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા. દાઠા પોલીસ સ્ટેશનના PI ને પરિવારે હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું.
આ પણ વાંચો – Patan માં દલિત સમાજના આધેડને સ્ત્રીના કપડાં પહેરાવી હત્યાના આરોપી પકડાયા ને થયો ખુલાસો
પોલીસના મારથી યુવકની હાલત ખૂબ ગંભીર છે. અને આખી આ ઘટનાની અંદર હજુ પણ ભાવનગર પોલીસ દ્વારા નિવેદન નથી આપવામાં આવ્યું. પરિવારના સવાલોથી PI એ ત્યાંથી ચાલતી પકડીને હોસ્પિટલની બહાર પણ નીકળી ગયા કેમ કે એમની પાસે કોઈ જવાબ ન હતો. પરિવારના સભ્યોએ શું આક્ષેપ લગાવ્યા સાંભળો આ વીડિયોમાં.