Bhavnagar: સાંસદ હવે તો સમજો કલેક્ટરે પણ સ્વીકાર્યું કે આ પૂર…

Bhavnagar

ગુજરાતની અંદર છેલ્લા ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ Bhavnagar, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો. આ વરસાદના કારણે ભાવનગરના કેટલાક વિસ્તારની અંદર કોઝવે તણાયા કેટલાક ગામડાઓ એ સંપર્ક વિહોણા પણ થયા. જો કે આ તમામની વચ્ચે આખી આ ઘટના બન્યા બાદ એક રિપોર્ટની અંદર એવી માહિતી સામે આવી કે ભાવનગરની અંદર આવેલા ગામડાઓ કે જે સંપર્ક વિહોણા થયા હતા કે જ્યાં પૂર આવ્યું હતું એ માનવ સર્જિત હતું. આ નિવેદને ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે આપ્યું છે અને આ નિવેદન સામે આવતાની સાથે જે ચકચાર મચ્યો છે.

આખી આ ઘટના બન્યા બાદ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાવનગરના સાંસદ Nimuben Bambhaniya ખુદ હાજર હતા અને એ દરમિયાન SDM કક્ષાના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે આ ગેરકાયદેસર દબાણના કારણે અહિયા પૂર આવ્યું.

 આ પણ વાંચો – Amit Khunt Case: હવે IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી થશે?

Scroll to Top