Bhavnagar માં સવારના સમયે એક દિલ દહેડાવી મુકનારી ઘટના સામે આવી છે. પ્રભુદાસ તળાવ ક્ષેત્રે ટેકરી ચોક નજીક એક યુવતીની તેના જ ભાવિ પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. ખાસ વાત એ છે કે આજે જ બંનેના લગ્ન થવાના હતા, પરંતુ લગ્નના પૂર્વે જ મહિલાનું ભવિષ્ય લોહીમાં તરબોળ થઈ ગયું.
આ પણ વાંચો – Bihar Election Result: નીતિશ કુમારના સમર્થક રડી પડ્યા
માહિતી અનુસાર, યુવતી અને આરોપી યુવક છેલ્લા કેટલાક સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંને વચ્ચે લગ્નની તૈયારી ચાલી રહી હતી અને આજે સવારમાં તેમનો લગ્ન દિવસ હતો. પરંતુ સવાર જિંદગીનું નવું પ્રકરણ શરૂ કરવાની હતી, તે સવાર યુવતી માટે અંતિમ સાબિત થઈ. દુલ્હનના હાથોમાં હજી મેહંદી સુકાઈ પણ નહોતી, ત્યારે જ અથડામણ વચ્ચે આરોપીએ તેને છરીના અનેક ઘા ઝીંકી દીધા. ઘટનાસ્થળે જ યુવતીનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો.
સ્થાનિક લોકોની જાણ પરથી પોલીસ ઘટનાસ્થળે પહોચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હત્યારાના હેતુ અંગે હજૂ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ સંબંધોમાં મતભેદ કે અન્ય કોઈ વ્યક્તિગત કારણોની શક્યતા હોવાનું મનાય છે. પોલીસ આરોપીની અટકાયત અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરી રહી છે.



