આમઆદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા (Chaitar Vasava) એ 3 ડિસેમ્બરના દિવસે રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડીયા સુધીની પદયાત્રા કાઢી હતી. આ પદયાત્રા ઝઘડિયા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર રેતીને લીઝો, સિલિકા પ્લાન્ટ અને કોરી ક્રશરો તથા ભૂ માફિયાઓ વિરુદ્ધ પદયાત્રા કરી હતી. આ પદયાત્રા બાદ રાજપારડીના પોલીસ (POLICE) ઇન્સ્પેક્ટર અરજદાર બની ચૈતર વસાવા (Chaitar Vasava) સહીત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે.
વસાવાએ ભૂ માફિયાઓ વિરુદ્ધ પદયાત્રા કરી હતી
સમગ્ર ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ કહ્યું કે ૩ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડીયા સુધીની અમે પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા બાદ રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટરે (POLICE) પોતે અરજદાર બનીને મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો હતો. તેમણે કહ્યું કે 30 નવેમ્બરે કલેકટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીની પણ પરવાનગી માંગી હતી. પરંતુ કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત પદયાત્રા દરમિયાન કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન પરેશાન કર્યા નથી. કોઈપણ જગ્યાએ ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા નથી. છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા અમારા પર ખોટી FIR કરી છે.
૩ ડિસેમ્બરે ઝઘડિયા વિસ્તારમાં પદયાત્રા કરી હતી
વસાવાએ ગોહિલ પર આક્ષેપ કરતા કહ્યું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વિડીયો મારી પાસે છે. હું હાલ જ એ વિડિયો તમને આપું. તમે એ લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરો. તમે અમારા પર એફઆઇઆર કરીને અમારો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. આ અવાજ આદિવાસીઓ અને ભરૂચની જનતાનો અવાજ છે. તમારી જેલો મોટી કરી દેજો કારણ કે ટૂંક જ સમયમાં અમે જેલ ભરો આંદોલન કરીશું.