Bharuch નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા રાજકીય ઘર્ષણ અને ભારે હંગામા વચ્ચે વિસર્જિત થઈ હતી. ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર શાસક અને વિપક્ષ પક્ષો વચ્ચે ઉગ્ર મુદ્દા ઉઠ્યા અને હોબાળા સાથે સભા ગરમાઈ હતી. વિવાદની શરૂઆત શહેરમાં કરવામાં આવેલા આઇકોનિક રોડ પ્રોજેક્ટ અને હાઈ માસ્ટ પોલના કામકાજને લઈને થઈ. વિપક્ષે આ મુદ્દે શાસક પક્ષ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો – Hardik Patel એ વિરમગામના પ્રશ્નો મુદ્દે CM ને લખ્યો પત્ર, હવે સરકાર સામે જ કરશે આંદોલન?
વિપક્ષના આગેવાનોનો આરોપ હતો કે, “રાષ્ટ્રગીતની આડમાં શાસક પક્ષ ચર્ચાથી બચી ગયો અને અસલી મુદ્દાઓ પર જવાબદારી ઉઠાવવા માટે તૈયાર નથી.” બીજી તરફ, Bharuch નગરપાલિકાના પ્રમુખએ વિપક્ષ પર આક્ષેપ કર્યો કે, “એજન્ડા બહારની ચર્ચા કરીને સભામાં વિલંબ ઊભો કરે છે.” વિપક્ષે પણ જવાબ આપતા કહ્યું કે, “શાસક પક્ષ ભ્રષ્ટાચાર છુપાવવા માટે બહુમતીના જોરે એજન્ડાના તમામ કામોને મંજૂરી આપી રહ્યો છે, જેને લોકશાહી વિરુદ્ધ ગણવામાં આવે.” વિપક્ષે શાસક પક્ષ વિરુદ્ધ તપાસ સમિતિ નિમવાની સ્પષ્ટ માંગ પણ રાખી. જોકે, શાસક પક્ષે કોઈ જવાબ આપ્યા વગર રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન જાહેર કરી દીધું, જેના કારણે વિપક્ષે તેનો કડક વિરોધ નોંધાવ્યો.