Virat Kohli: ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડની પ્રખ્યાત એક્ટર અનુષ્કા શર્મા (Anushka Sharma) બંન્ને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. જ્યારે ચાહકો પણ આ કપલ્સને સાથે જોવાનું પસંદ કરતા હોય છે.ભારતીય ક્રિકેટર કોહલી (Virat Kohli) અને અનુષ્કા તાજેતરમાં વૃંદાવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા હતા.વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા (Anushka Sharma) નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને સ્ટાર્સ પ્રેમાનંદ મહારાજ સાથે વાત કરતા જોવા મળે છે. આ સમય દરમિયાન તેમના બાળકો પણ હતું.
મહારાજે બંનેને નામ જપવાની સલાહ આપી
વીડિયોમાં અનુષ્કા અને વિરાટ પ્રેમાનંદ મહારાજ સાથે વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન મહારાજે બંનેને નામ જપવાની સલાહ આપી.વામિકા વિરાટ (Virat Kohli) ના ખોળામાં અને અકાય અનુષ્કાના ખોળામાં જોવા મળે છે. જોકે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી. વાતચીત દરમિયાન અનુષ્કા (Anushka Sharma) એ પ્રેમાનંદ મહારાજ પાસે પ્રેમ ભક્તિ અંગે માર્ગદર્શન લીધું હતું.તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ (Virat Kohli) પહેલા પણ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લઈ ચુક્યા છે. તેઓ વાંરવાર વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજના આર્શીવાદ લેતા હોય છે.
માથું ઝુકાવી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજની સામે પહોંચી તરત જ માથું ઝુકાવી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. કોહલી (Virat Kohli) જેવો પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યો તેમણે ભારતીય બેટ્સમેનને પૂછ્યું, શું તમે ખુશ છો ? તેના પર કોહલી (Virat Kohli) એ માથું હલાવ્યું અને હા પાડી અને તે હસતો જોવા મળ્યો હતો.