ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલી દિનપ્રતિદીન વધી રહી છે. પહેલા ન્યૂઝીલેન્ડ સામે 0-3થી શરમજનક રીતે સિરીઝમાં હાર થઈ ત્યારે લોકો ભારતીય ટીમ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ BGT રમવા ઓસ્ટ્રેલિયા રમવા જાવાનું છે. જ્યા 5 ટેસ્ટ મેંચ રમવાની છે. BGT જીતવા માટે ભારતીય ટીમે ખુબ મહેનત કરવી પડશે. તેવામાં ટીમ ઈન્ડિયાના સુપર સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહી. એક અહેવાલ મુજબ શમી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી જેના કારણે અગામી રણજી ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.
શમી સંપૂર્ણ રીતે ફિટ નથી
ભારતીય ટીમ અગામી 11 તારીખે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જવાના છે. 22 નવેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. આ ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શમીને પગના ઘૂંટણની ઈજાના કારણે તે એક વર્ષથી મેદાનની બહાર છે. પગની સર્જરી પછી તે ફિટ થઈ રહ્યો હતો તેવામાં ફરીથી ઘૂંટણમાં સોજા આવવાથી અડચણ ઉભી થઈ અને હવે તે સૂંપર્ણ ટીમમાંથી બહાર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. શમીએ રણજી ટ્રોફીની મેંચ રમીને ફિટનેસ સાબિત કરવાની હતી. પરંતુ હવે આ આશા પણ ખતમ થઈ ગઈ છે.
શમી લગભગ આખી સિરીઝથી બહાર
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં શમીને સ્થાન મળ્યું ન હતું. જોકે, અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, શમી રણજી મેંચમાં ફિટનસ સાબિત કરીને તેને અધ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. પરંતુ હવે એ આશા પણ લગભગ ખતમ થઈ ગઈ છે. રણજી ટ્રોફી સિઝનમાં શમીની આ છેલ્લી બે મેચ હતી.