Sitanshu Kotak Batting Coach: ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ટીમ ઈન્ડિયાને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે આ બે શ્રેણી હાર બાદ BCCI મોટો નિર્ણય લીધો છે. BCCIએ ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચની જાહેરાત કરી છે. સિતાંશુ કોટક (Sitanshu Kotak) ને ટીમ ઈન્ડિયાનો નવો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.સિતાંશુ કોટક (Sitanshu Kotak) અગાઉ ઈન્ડિયા A ના કોચ રહી ચૂક્યા છે.તેમને ઈંગ્લેન્ડ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
સિતાંશુ કોટક સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટ્સમેન
સિતાંશુ કોટક (Sitanshu Kotak) સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક છે. તેમને 130 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેણે 15 સદીની મદદથી 8061 રન બનાવ્યા હતા. સિતાંશુની બેટિંગ એવરેજ 41થી વધુ હતી. એટલું જ નહીં, લિસ્ટ Aમાં પણ સિતાંશુએ 42થી વધુની એવરેજથી 3083 રન બનાવ્યા છે.સિતાંશુ કોટકને પણ કોચિંગનો ઘણો અનુભવ છે. સિતાંશુ 2020 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના મુખ્ય કોચ હતા અને તેમની ટીમ ચેમ્પિયન પણ બની હતી. સિતાંશુ કોટક (Sitanshu Kotak) એ વ્યક્તિ છે જેણે 2019માં રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. વર્ષ 2019માં જ્યારે રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ બન્યા હતા.ત્યારે ભારત A ના કોચિંગની જવાબદારી સિતાંશુ કોટક (Sitanshu Kotak) ના હાથમાં આપવામાં આવી હતી. હવે તેમને ટીમ ઈન્ડિયામાં કોચિંગ કરવાની તક મળી છે.
સિતાંશુ કોટક બન્યા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ
સિતાંશુ કોટક (Sitanshu Kotak) સામે અનેક પડકારો છે. કારણ કે ભારતીય બેટ્સમેનોના ફોર્મ સારા નથી. તેવામાં અગામી ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પણ રમવાની છે. ટીમ ઈન્ડિયાના બેટિંગની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય ટીમના મોટા બેટ્સમેન છે. જ્યારે આ બંન્ને બેટ્સમેનના ફોર્મ ખુબખરાબ છે. આ ઉપરાંત કેએલ રાહુલ, શુભમન ગિલ પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. તેથી સિતાંશુ આ દિગ્ગજ બેટ્સમેનોના ફોર્મને કેવી રીતે પાટા પર લાવશે તે એક મોટો પ્રશ્ન હશે.