BCCI Contract 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)દ્વારા વાર્ષિક ખેલાડીઓના કરાર લીસ્ટની જાહેરાત કરાઈ છે. જેમાં આ વર્ષે કુલ 34 ખેલાડીઓના નામ જાહેર થયા છે. સૌથી વધુ ચર્ચામાં રહેલ ખેલાડીની જોડી શ્રેયસ ઐયર અને ઈશાન કિશનનો આ વર્ષે સમાવેશ કરવામાં આવ્યો છે.તેમનો ગ્રેડ B અને C માં સમાવેશ થયો છે. 2024 ની શરૂઆતમાં,રણજી ટ્રોફી મેચ રમવા માટે ન આવ્યા બાદ આ જોડીનું નામ BCCI કરાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું.જ્યારે ઈશાન ત્યારથી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી અને શ્રેયસે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ બંને સિવાય,ગ્રેડ A+ જે ટોચની શ્રેણી છે જેમાં ખેલાડીઓને 7 કરોડ રૂપિયા મળે છે તેમાં રોહિત શર્મા(Rohit Sharma),વિરાટ કોહલી(Virat Kohli),જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થયો છે.રવિચંદ્રન અશ્વિન નિવૃત્તિ લીધા પછી,ઋષભ પંત ગ્રેડ B થી ગ્રેડ A માં પહોંચી ગયો છે,જેમાં કેએલ રાહુલ,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થયો છે.ગ્રેડ A માં રહેલા ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે.
વાત કરીએ ગ્રેડ Bની તો ભારતના T20I કેપ્ટન તરીકે જવાબદારી સંભાળ્યા છતાં સૂર્યકુમાર યાદવ ગ્રેડ Bમાં યથાવત છે કારણ કે તે હજુ પણ તે એક ફોર્મેટનો ખેલાડી છે.રસપ્રદ વાત એ છે કે,ત્રણેય ટીમનો ભાગ રહેલા કુલદીપ યાદવ અને અક્ષર પટેલ હજુ પણ ગ્રેડ B માં જ છે.યશસ્વી જયસ્વાલ અને શ્રેયસનો પણ આ ગ્રેડમાં જ સમાવેશ કરાયો છે.ગ્રેડ Bમાં ખેલાડીયોને વાર્ષિક 3 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
1 કરોડ રૂપિયાની રિટેનરશીપ સાથે ગ્રેડ Cમાં 19 ખેલાડીઓનો સમાવેશ થાય છે.ઈશાન પાછલી આંતરરાષ્ટ્રીય સિઝનમાં એક પણ મેચ રમ્યો ન હોવા છતાં તે ફરીથી ટીમમાં પાછો ફરવામાં સફળ રહ્યો છે.જ્યારે ગયા વર્ષના લીસ્ટમાં 16 ખેલાડીઓ આ ગ્રેડનો ભાગ હતા,પરંતુ તાજેતરના મહિનાઓમાં ભારતના ગ્રુપમાં નવા ખેલાડીઓનો ઉમેરો થતાં BCCIએ તેને વધારીને 19 કરી દીધી છે. હર્ષિત રાણા,નીતિશ કુમાર રેડ્ડી,આકાશ દીપ,રુતુરાજ ગાયકવાડ અને વરુણ ચક્રવર્તી બધાને ગ્રેડ Cમાં સમાવવામાં આવ્યા છે.
આ લીસ્ટના ખેલાડીઓના ગ્રેડ પ્રમાણે પગાર
ગ્રેડ A+ -રૂ 7 કરોડ
ગ્રેડ A – રૂ 5 કરોડ
ગ્રેડ B – રૂ 3 કરોડ
ગ્રેડ C – રૂ 1 કરોડ