Barda: મંત્રી મુળુભાઈ બેરા જુઓ તમારા મતવિસ્તારના હાલ, વનવિભાગ જ જવાબદાર!

ગુજરાતમાં એક નવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. પોરબંદર જિલ્લાના પોરબંદર શહેરથી લગભગ 15 કિમી દૂર આવેલું સ્થળ એટલે બરડા વન્યજીવ અભયારણ્ય (Barda Wildlife Sanctuary). પરંતુ શું તમને ખબર છે અહીં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. બરડાના જંગલમાં 5 થી 6 હજાર આંબાના વૃક્ષો વન વિભાગે કાપી નાખ્યા. જે વૃક્ષો છેલ્લા 10 થી 20 વર્ષમાં જંગલમાં રહેતા માલધારીઓએ તેનું જતન કરીને ઉછેર્યા હતા. આજે આ આંબાના વૃક્ષો ઢળી પડ્યા છે.

હજુ સુધી બરડાનો ગ્રામ પંચાયતમાં સમાવેશ નથી થયો. જંગલમાં રહેતા મલધારીઓને અને આજે પણ ગ્રામ પંચાયતના લાભો નથી મળતા. એવામાં વન વિભાગની આ વિકાસના નામે કામગીરી કેટલી યોગ્ય છે? અહીં વસતા લોકો આંબાને પોષિત કરી અને કેરી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે આ વિકાસના નામે વિનાશ થતા તેમની રોજગારી પર લાત મારી છે.

 

 

બરડા વન્યજીવ અભયારણ્ય અને Barda જંગલ સફારી ફેઝ-1નો Forest and Environment Minister Mulubhai Bera ના હસ્તે જ શુભારંભ કરવામાં આવ્યો હતો. ખાસ વાત તો એ છે કે મુળુભાઈ ભાણવડ મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય છે જેમાં બરડાનો પણ સમાવેશ થાય છે. મુળુભાઈ બેરાને આ અંગે કડકમાં કડક પગલા લેવા જોઈએ. અહીં રહેતા માલધારીઓને ન્યાય અપાવો જોઈએ કારણ કે એમના જ મતવિસ્તારમાં રહેતા લોકોની હાલત આજે કફોડી બની છે. આ માલધારીઓની આટલા વર્ષની મહેનત અને રોજગારી બંને પર પાણી ફેરવાઈ ગયું છે. સરકાર આ અંગે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું.

કોંગ્રેસના નેતા અને ખેડૂત અગ્રણી Pal Ambaliya એ આ અંગે ફેસબુક પર વીડિયો શેર કર્યો હતો. જેમાં સ્પષ્ટપણે ત્યાંના માલધારીઓ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.

આ જુઓ વીડિયો


આ પણ વાંચો – BJP in Action: મંત્રીમંડળની રચનામાં મોટો ઉલટફેર શક્ય!

આ પણ વાંચો – Padminiba Vala: મહિલા અગ્રણીનો ઓડિયો વાયરલ, શું કહ્યું પદ્મિનીબાએ? વાંચો અહીં

Scroll to Top