બે દિવસ પહેલા જ પાટીદાર સમાજના મહિલા અગ્રણી જીગીશાબેન પટેલ અને સાથે જ Banni Gajera ને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયો ક્લિપની અંદર Naresh Patel ને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. કોઈ એક સીડીની વાત હતી અને સાથે જ એમાં વાત હતી ગોંડલનું ફાર્મ, જેતપુરની છોકરી અને વાત ખોડલધામના ચેરમેન નરેશ પટેલની. જો કે હવે આ તમામની વચ્ચે ખોડલધામનાના પ્રવક્તા અને પાટીદાર સમાજના અગ્રણીનું એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે.
Khodaldham ના પ્રવક્તા અને પાટીદાર સમાજના આગેવાન હસમુખ લૂણાગરિયાએ નિવેદન આપ્યું છે કે આ AI નો જમાનો છે અને AI ના જમાનામાં Jeegeesha Patel એ આપેલું નિવેદન AI જનરેટેડ ઓડિયો ક્લિપ હોઈ શકે છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટીકરણ થયું નથી. આ ઓડિયો ક્લિપની અંદર શું કઈ ચર્ચાઓ થઈ હતી એ સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ પરંતુ હકીકત આ ઓડિયો ક્લિપની અંદર જે વાતો થઈ રહી છે એ વાતોમાં તથ્ય કેટલું આને લઈને ન તો કોઈ ફરિયાદ કરવામાં આવી. ન તો આને લઈને કોઈ તપાસ કરવામાં આવી. પરંતુ ખોડલધામના આગેવાન હસમુખ લુણાગરિયાએ ત્રણ મુદ્દા આધારિત નિવેદન આપ્યા શું કહ્યું તે સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Jigisha Patel: નરેશ પટેલ વિરુદ્ધ રચ્યું ષડયંત્ર?
આ પણ વાંચો – Visavadar: સૌથી મોટી બબાલ, જુઓ કોના કેવા થયા હાલ