છેલ્લા દોઢ મહિનાથી સોશિયલ મીડિયામાં ગોંડલના આગેવાનો વિશે અભદ્ર ભાષામાં વીડિયો વાયરલ કરનાર Banni Gajera આખરે જેલના સડ્યા પાછળ ધકેલાયો છે. જેતપુરના ભાવેશ ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરાને જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોંડલથી 1500 કિ.મી દૂર ઉત્તરાખંડના નૈનિતાલમાંથી ઝડપી લીધો છે. Banni Gajera સીમકાર્ડ વગરનો મોબાઈલ વાઈફાઈથી કનેક્ટ કરી માત્ર ફેસબુક અને ઈનસ્ટાગ્રામથી ચોક્કસ વ્યક્તિઓને સંપર્ક કરતો હતો. પોલીસે સાયબર સેલની મદદ લીધી. પરંતુ Banni Gajera બે પાંચ દિવસે સ્થળ બદલી નાખતો હતો.
ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણ સતત ગરમાયું છે. આ સંજોગોમાં યુટ્યૂબર બન્ની ગજેરા છેલ્લા દોઢેક મહિનાથી અજ્ઞાત સ્થળોએ છૂપાઈને ગોંડલના માજી ધારાસભ્ય Jayrajsinh Jadeja, તેમના પુત્ર Ganesh Gondal સહિતના રાજકીય આગેવાનો અને પ્રતિષ્ઠિત લોકોના નામ સાથે બેફામ વાણીવિલાસ કરતા વીડિયો અપલોડ કરતો હતો. તેના વિરુદ્ધ ઉપલેટા, જેતપુર, ગોંડલ સહિતના શહેરોમાં છેતરપીંડી, એટ્રોસિટી સહિતની ફરિયાદો નોંધાવા લાગી અને બે દિવસ પહેલા ગોંડલ યાર્ડના ચેરમેન Alpesh Dholariya એ પણ Banni Gajera ને માનહાનિ અંગે 10 કરોડની નોટિસ ફટકારી છે.
Banni Gajera કોના કહેવા પર બનાવતો હતો વીડિયો?
નૈનિતાલથી ગોંડલ લવાયેલા ભાવેશ ઉર્ફે Banni Gajera ની પોલીસે કડક અંદાજામાં પૂછપરછ કરતા ભાંગી પડેલા બન્નીએ પોતાને કોઇ સાથે દુશ્મની નથી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ગોંડલના પિયુષ લાલભાઇ રાદડીયાના કહેવાથી આવા અલગ અલગ વીડિયો બનાવીને વાયરલ કરવાનું તેણે શરૂ કર્યું હતું. આ કામ માટે Piyush Radadiya તેને પૈસા આપતો હોવાથી તે પૈસા માટે જ આ કામ કરતો હતો. આ કબૂલાતના આધારે પોલીસે પિયુષને પણ ઝડપી પાડ્યો હતો. પિયુષને હાઈવે પર ભાગીદારીમાં હોટલ છે અને તે અગાઉ જયંતીભાઈ ઢોલ સાથે જોવા મળતો હતો. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયો હતો. અને છેલ્લે નિખિલ દોંગાના યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપમાં સક્રિય હોવાની વિગતો મળતા પિયુષ જ માસ્ટર માઈન્ડ છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તે વિશે પોલીસે કડક પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ પૂછપરછમાં બન્ની ગજેરાની કબૂલાત મુજબ, તેણે અલ્પેશ ઢોલરીયા વિરુદ્ધ અંગત કારણોથી એક વીડિયો વાયરલ કર્યો હતો. તેને કોઇ સાથે વેર નથી પરંતુ આ વીડિયો પછી પિયુષ રાદડીયાએ તેને સંપર્ક કરીને પોતે કહે એ મુજબના વીડિયો બનાવીને વાયરલ કરે તો પૈસા આપવાની વાત કરતા તૈયાર થઇ ગયો હતો. પિયુષે 90 હજાર રૂપિયા રોકડા આપ્યા પછી પોતે પકડાય ન જવાય એ માટે રાજસ્થાનના ઉદેપુર, જયપુર પછી મહારાષ્ટ્રમાં નાસિક, મુંબઇ, દિલ્હી અને છલ્લે ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં છુપાયો હતો. પૈસાની જરૂર પડે ત્યારે જે તે શહરમાં પિયુષ રોકડની વ્યવસ્થા કરાવી આપતો હતો.
આ પણ વાંચો – Amreli પાયલ ગોટીનાં કેસમાં પોલીસ દ્વારા પૂછપરછનું ભૂત ફરી ધૂણ્યુ..