Banaskantha ના જસરા ગામમાં બે દિવસ પહેલા SMCના PI ના માતા-પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી, જેને લઈને હડકંપ મચી ગયો હતો. જો કે વૃદ્ધ દંપતિની હત્યાને લઈ બનાસકાંઠા પોલીસે અલગ અલગ આઠ ટીમો બનાવીને ગણતરીની કલાકોમાં દંપતિના હત્યારાઓની અટકાયત કરી હતી. પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતિની હત્યા અને લૂંટ કરાય હોવાનું સામે આવ્યું છે. લાખણી તાલુકાના જસરા ગામમાં SMCના PI એ. વી. પટેલના માતા પિતાની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
હત્યારા પાડોશી પિતા પુત્રએ કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી હતી. કાળા જાદુથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતિના મોઢા ચીરી પગ કાપી લાખોના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સંસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે આ ગુનામાં પિતા-પુત્ર ઉપરાંત અન્ય બે લોકોની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપ્યા હતા.
આ પણ વાંચો – Ahmedabad Plane Crash: વિશ્વાસ કુમારની કહાની સાંભળી તમે ચોકી જશો
રવિવારની રાત્રે વૃદ્ધ દંપતિ વરધાજી મોતીજી પટેલ અને હોશીબેન વરધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા. ત્યારે સોમવારની સવારે છ વાગ્યાની આસપાસ આરોપીઓએ ઘરમાં ઘુસીને તીક્ષ્ણ હથિયારો વડે બંનેની હત્યા કરી હતી. હોશીબેનના શરીર પરથી 2.50 લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. જો કે વહેલી સવારે ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા SP Akshayraj Makwana સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાને લઈને FSL અને ડોગ સ્કોવડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
અલગ અલગ 300 CCTV પણ તપાસ્યા, જો કે મૃતક દંપતિના PI પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન તપાસમાં ખુલ્યું છે કે મૃતક દંપતિના પાડોશી જ મુખ્ય હત્યારાઓ છે. સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છુટકારો મેળવવા કાળા જાદુનો સહારો લીધો હતો.