Banaskantha ના લાખણી તાલુકાના ધાણાના ગામમાં 25 સપ્ટેમ્બર 2002ના રોજ પટેલ અને ઠાકોર સમાજ વચ્ચે જમીન ખેડવાની બાબતે ઘાતકી અથડામણ થઈ હતી. એ સમયગાળામાં બે સમુદાયો આમને સામને ટકરાયા, અને પરિણામે લોહિયાળ ધીંગાણો ચાલ્યો હતો. જેમાં બંને પક્ષના યુવાનોનાં મોત થયાં અને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
Banaskantha ના આ હત્યા કેસમાં 2025 માં, 23 વર્ષ પછી, જ્યારે કેટલાંય શ્વાસો શાંત થઈ ગયાં છે, ત્યારે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એટલું નહિ એક જ કેસમાં 41 આરોપીઓને આજીવન કેદની સજા આપી છે. આ ચુકાદો માત્ર એક ન્યાય નથી – આ એક System – Level Reflection છે કે ન્યાય મળે છે. પણ ઘણીવાર એટલો મોડો મળે છે જેના માટે ન્યાય થયો હોય એ જ રહ્યા નથી.
આ પણ વાંચો – Jamnagar: ધારાસભ્યના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ!
આવી છે ભારતની ન્યાયપ્રણાલી, જ્યાં દસ્તાવેજો વીંટાય છે, સાક્ષીઓ બદલાય છે, વકીલો રિટાયર્ડ થાય છે, ફરિયાદીઓ મૃત્યુ પામે છે. પણ ન્યાય એક દિવસ આવે છે. આજનો દિવસ એ સત્યનો છે, પરંતુ એ સત્ય સમય સામે હારી ગયું છે.
“એટલે જ કહેવાય છે – વિલંબિત ન્યાય એ પણ ન્યાયનો ઈનકાર છે.”