Banaskantha News: બનાસકાંઠામાં લક્કી ડ્રો પર પોલીસની કાર્યવાહી

Banaskantha News: ગૌશાળા દિવ્યાંગો અને ધર્મના નામે લકી ડ્રો ના માસ્ટર માઈન્ડ સામે ફરિયાદ નોંધાય છે. બનાસકાંઠા (Banaskantha) ના સરહદી વિસ્તારમાં અજગરની જેમ ફેલાયેલા લકી ડ્રોના સંચાલકો લાખો લોકોના કરોડો રૂપિયા ચાલુ કરી રહ્યા છે. બનાસકાંઠા (Banaskantha) માં સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી નાના ગામડાઓ સુધી આ લકી ડ્રોની માયાજાળ ફેલાયેલી છે ત્યારે ગૌશાળા અનાથ બાળકો શિક્ષણ વિકાસ અને ધર્મના નામે આવા લકી ડ્રો યોજાય છે આ ડ્રો કોઈના લાભ માટે નથી હોતા પરંતુ ફક્ત પોતાના લાભ માટે હોય છે 99, 399, અને 999 જેવી રકમ કુપન પર છપાય છે. જેનું ઓનલાઈન અને આ હાટડીઓ દ્વારા વેચાણ થાય છે અને વેચવા માટે એજન્ટ પણ નિમણૂક થાય છે.

સો રૂપિયા કમિશન એક ટિકિટ પર અપાય છે

આ એજન્ટોને સો રૂપિયા કમિશન એક ટિકિટ પર અપાય છે અને ત્યારબાદ ખ્યાતનામ કલાકારોને બોલાવી ડાયરો કરાવાય છે, અને લોકોને ભરમાવા છે જોકે આવા ડાયરાઓમાં રાજકીય નેતાઓથી માંડી અને સાધુ-સંતો પણ હાજર રહેતા હોય છે ત્યારે હજારો લોકોને ભેગા કરી અને તેમને ગુમરાહ કરાય છે. થરાદ વાવ ભાભર સુઈગામ લાખણી પંથકમાં આ ડ્રોની ભરમાર છે ત્યારે લકી ડ્રોના સંચાલકો મિક્સર થી લઈને સ્કોર્પિયો પાડા અને અન્ય ઇનામોની લાલચો આપે છે. ત્યારે જાગૃત નાગરિકો દ્વારા લોકોને લૂંટાતા બચાવવા માટે રજૂઆત પણ થઈ હતી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

કુપન વેચાણ માટે એજન્ટ પણ નિમણૂક થાય છે

થરાદના ડીવાયએસપી એસ એમ વારોતરીયા કહ્યું કે, લકી ડ્રોની રજૂઆતને લઈને માયાજાળની તપાસ કરી હતી. ત્યારબાદ માસ્ટરમાઈન્ડ અશોક માળી કે જેને થરાદના ડેડુવા ગામે લકી ડ્રોજો હતો અને પાંચ લાખ જેટલી ટિકિટો વેચવી હતી. લોકોના કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હતા તેની સામે પોલીસે ફરિયાદ નોંધ છે. ત્યારે ગૌશાળાના નામે લકી ડ્રો યોજતા અશોક જોરાભાઈ ઠાકોર જગદીશ સાળંગરામ સાધુ વિક્રમસિંહ વાઘેલા ભરતસિંહ રાજપૂત, શ્રવણસિંહ વાઘેલા, મુકેશનાથ ગૌસ્વામી સામે પણ એફઆઇઆર નોંધાવી છે. આ લકી ડ્રોના બુટલેગરોએ લોકોના કરોડો રૂપિયા ચાંઉ કર્યો છે.

પોલીસે હજુ પણ કડક કાર્યવાહી કરવી પડશે

ચેરિટી એક્ટમાં લકી ડ્રોની કોઈ જોગવાઈ જ નથી લકી ડ્રો ગેરકાયદેસર ગણાય છે. હજારો લોકોની હાજરીમાં રોકડ અને ઇનામો આપે એવી કોઈ ટ્રસ્ટમાં પણ જોગવાઈ નથી. ત્યારે આ લકી ડ્રો ની માયાજાળ એટલી મોટી છે કે, અશોક માળીએ 1500 જેટલા એજન્ટ આ લકી ડ્રો માટે રાખ્યા હતા. કમિશન આપતો અને કરોડો રૂપિયા ભેગા કરતો ત્યારે બનાસકાંઠામાં થઈ રહેલા લકી ડ્રો સામે પોલીસે હજુ પણ કડક કાર્યવાહી કરવી પડશે.

Scroll to Top