Vikram Thakor : તાજેતરમાં વિધાનસભામાં કેટલાંક લોકસાહિત્ય કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે વિધાનસભામાં ઠાકોર સમાજના એકપણ લોકસાહિત્ય કલાકારોને આમંત્રણ ન આપતા વિક્રમ ઠાકોરે સરકાર સામે બાંયો ચડાવી હતી. ત્યારે હવે ઠાકોર સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોર વિક્રમ ઠાકોરના ખુલ્લા સમર્થનમાં આવ્યા છે. તેઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સિવાય મોટા સંમેલનના સંકેત આપ્યા હતા. જૂઓ અમારા NEWZROOM GUJARATનો સ્પેશિયલ ઈન્ટરવ્યુ..