Bageshwar Dham: ધીરેન્દ્ર શાસ્ત્રી ક્યારે કરશે લગ્ન? આપ્યો મજેદાર જવાબ

Bageshwar Dham: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના લગ્નને લઈને અનેક લોકો અને મીડિયા દ્વારા તેમના લગ્ન અંગે સવાલો પૂછવામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર જ્યારે તેમને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ને જ્યારે તેમના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો કે, તેઓ ક્યારે લગ્ન કરશે, તો તેમણે જણાવ્યું કે તેઓ તેમના માતા-પિતાની ઈચ્છા મુજબ જ લગ્ન કરશે.

જલ્દી જ પારિવારિક જીવનમાં પ્રવેશ કરીશું

લગ્નની વાત પર બાબા બાગેશ્વરે (Dhirendra Shastri) હસતાં કહ્યું કે, “આ કોઈ સ્લિપ કાઢવા જેવી વાત નથી, પરંતુ અમે જલ્દી જ પારિવારિક જીવનમાં પ્રવેશ કરીશું. તેમણે આ વાતને કોઈ મોટો મુદ્દો કે દેશ માટે ચિંતાનો વિષય ગણાવ્યો ન હતો. વધુમાં તેમણે પોતાના જીવનના લક્ષ્યો અને સપનાઓ વિશે વાત કરતાં જણાવ્યું કે,મારા કેટલાક અંગત સપનાઓ છે જે મને રાત્રે ઊંઘવા નથી દેતા. મારે મારા દેશ અને મારા પ્રદેશ માટે ઘણું કામ કરવું છે અને આગળ વધવું છે. લગ્ન તો માત્ર એક પારિવારિક જીવનનો ભાગ છે. અને હું તેને પારિવારિક જીવનમાં રહીને જ આગળ વધારીશ.

રાજનિતી પર મૌન તોડિયું
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) એ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેકને હોસ્પિટલ અને મંદિરના નિર્માણના કામમાં સહયોગ આપવા આમંત્રણ આપ્યું છે. જ્યારે અમે વડા પ્રધાનને કહ્યું કે અમે તમને આમંત્રણ આપીએ છીએ, ત્યારે તેમણે હા કહ્યું, અમે જોઈશું અને બીજા જ દિવસે તેમણે હા પાડી. તેમણે અમારું આમંત્રણ સહજતાથી સ્વીકારીને મને આશ્ચર્યચકિત કરી દીધું છે. આ તેમનો નમ્ર સ્વભાવ છે. ઉપરાંત, સનાતન પ્રત્યેનું તેમનું સમર્પણ. તે ખૂબ જ સારી બાબત છે જે દરેક વ્યક્તિ જાણે છે.

Scroll to Top