Bachu Khabad: PM મોદીના કાર્યક્રમમાં કપાયું પત્તુ!

Bachu Khabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે. આજે PM મોદીએ વડોદરામાં ભવ્ય રોડ-શો કર્યો. જે બાદ તેઓએ દાહોદમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે, તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપી. વડાપ્રધાન હેલિપેડથી સીધા રોડ માર્ગે રેલ્વે કારખાના પર પહોંચ્યા અને લોકાર્પણ બાદ ડોકી ખાતે સભા સ્થળે ઉપસ્થિત રહ્યા. લગભગ લાખોની સંખ્યામાં જનમેદનીને ઉમટી હતી.

ખાસ વાત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી Bachu Khabad ક્યાંય નજરે પડ્યા નથી. આનાથી આ વાત સ્પષ્ટ થાય છે PM મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડનું પત્તુ કપાયું. ઘર આંગણે આટલું કાર્યક્રમ છતાં બચુ ભાઈને ટાટા બાય બાય! દાહોદ ખાતેના PMના કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડની ગેરહાજરી સ્પષ્ટ દર્શાવે છે કે તેમને આ કાર્યક્રમમાં સ્થાન ના અપાયું. હાલ સૌથી ચર્ચાસ્પદ દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બંને સંતાનો પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જેના કારણે બચુ ખાબડના પુત્રો પોલીસ ફરિયાદ પછી હાલ જેલ હવાલે છે. પ્રધાનમંત્રી મોદીના મહત્વપૂર્ણ કાર્યક્રમથી બચુ ખાબડને દૂર રખાયા છે.  બચુ ખાબડની પ્રોટોકોલમાં ક્યાંય પણ ગણતરી કરવામાં આવી નથી. શું વિસ્તરણ સમયે બચુ ખાબડનું પણ ટાટા બાય નક્કી!

શું છે આ સમગ્ર ઘટના?

ચકચારી Dahod Manrega Scam માં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર Balwant Khabad ની ધરપકડ કરવામાં આવી હતી. મનરેગા અંતર્ગત રૂ. 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રી પુત્રોએ 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા 9 કરોડ રૂપિયાના કામોમાં 82 લાખ રૂપિયાના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે Kiran Khabad ની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતાં. એન.જે કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

આ પણ વાચો – Dahod Sub Jail: બાપએ જેલનું કર્યું ઉદ્ધાટન, ત્યાં જ બંધ છે દીકરા

આ પણ વાંચો – Amit Chavda: દાહોદ MANREGA કૌભાંડ પર સૌથી મોટો ખુલાસો!

અમિત ચાવડાએ કહ્યું કે, દાહોદમાં પંચાયત મંત્રી Bachu Khabad ના પુત્રો જેલમાં ગયા છે. તેને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ પુરાવાઓ મંત્રી-પુત્રની વિરુદ્ધમાં છે. આવો જ બીજો કિસ્સો પંચમહાલના જાંબુઘોડામાં છે. ત્યા પણ સગા વ્હાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

Scroll to Top