Baba Bagheshwar એ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનવા પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

Baba Bagheshwar: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો સ્નાન કરવા આવી રહ્યા છે.જેમાં દેશભરમાંથી ઋષિ-મુનિઓએ પણ ભાગ લીધો છે. પરંતુ આ મહાકુંભમાં અનેક વિવાદ પણ જોવા મળી રહ્યા છે.જેમાં તાજેતરમાં અભિનેત્રી મમતા કુલકર્ણી (mamta kulkarni) ને કિન્નર અખાડાની મહામંડલેશ્વર બનતા ખળભળાંટ મચી ગયો હતો.આ મુદ્દે મમતા મહામંડલેશ્વર બનવા સામે તમામ સંતો સતત વાંધો ઉઠાવી રહ્યા છે. હવે આ વિવાદમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે.

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ સવાલ ઉઠાવ્યા હતા

આ સમગ્ર વિવાદને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી (Baba Bagheshwar) એ કહ્યું કોઈપણ પ્રકારના બાહ્ય પ્રભાવમાં આવીને કોઈને સંત કે મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? હું પણ આટલા વર્ષો પછી મહામંડલેશ્વર બન્યા નથી.આ પહેલા ટ્રાન્સજેન્ડર કથા વાચક જગતગુરુ હિમાંગી સાખીએ પણ મમતા કુલકર્ણી (mamta kulkarni) ને મહામંડલેશ્વર બનાવવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.તેમણે વધુમાં કહ્યું કિન્નર અખાડાએ આ માત્ર પ્રચાર માટે કર્યું છે.સમાજ તેના ભૂતકાળને સારી રીતે જાણે છે. અચાનક તે ભારત આવે છે અને મહાકુંભમાં હાજરી આપે છે અને તેને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવે છે.આની તપાસ થવી જોઈએ.

મહામંડલેશ્વર હિમાંગી સાખીએ વાંધો ઉઠાવ્યો

બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી (mamta kulkarni) એ વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી રાખી છે.આ દરમિયાન તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા.જે બાદ મમતા કુલકર્ણી શુક્રવારે મહાકુંભમાં પહોંચી અને દુન્યવી આસક્તિ છોડીને કિન્નર અખાડામાંથી સંન્યાસની દીક્ષા લીધી. આ પહેલા તેણે સંપૂર્ણ વિધિ સાથે પિંડ દાન કર્યું હતું.આ પિંડ દાન બાદ મહામંડલેશ્વર હિમાંગી સાખીએ મમતા કુલકર્ણીને અપાતી દિક્ષા પર સવાલો ઉઠાવ્યા હતા.

 

 

 

Scroll to Top