Azerbaijan Airlines: અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ, મુસાફરોનો આંકડો જાણી શોકી જશો

Azerbaijan Airlines: અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ થઈ ગઈ છે. ફ્લાઈટમાં લગભગ 70 લોકો સવાર હતા. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો.

વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા

જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું (Azerbaijan Airlines) હતું. કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે અકસ્માતમાં છ લોકો બચી ગયા છે. દુર્ઘટનાનું કારણ વિમાન પક્ષીઓના ટોળા સાથે અથડાઈ ગયું હતું.અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.અઝરબૈજાન એરલાઈન્સ (Azerbaijan Airlines) તરફથી અકસ્માત અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

એરલાઈન્સનું Embraer ERJ-190 હતું

આ વિમાન અઝરબૈજાન એરલાઈન્સ (Azerbaijan Airlines) નું Embraer ERJ-190 હતું. તે બાકુથી ગ્રોઝની માટે સવારે 3:55 UTC (ભારતીય સમય મુજબ 9:25) પર ઉડાન ભરી હતી. ફ્લાઈટમાં જીપીએસની સમસ્યા હતી. જેના કારણે તેણે અકસ્માત પહેલા કામ કરવાનું બંધ કરી દીધું હતું. દુર્ઘટના સાથે જોડાયેલા અન્ય એક વીડિયોમાં જોવા મળે છે કે દુર્ઘટના સ્થળે ઘણા લોકો હાજર છે.

Scroll to Top