Ayodhiya: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, આ હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ

Ayodhiya: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ (Satyendra Das) નું બુધવારે 12 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. મળતી માહિતી અનુસાર બ્રેઈન હેમરેજ થયા બાદ તેમની લખનઉના પીજીઆઈમાં ચાલી રહી હતી.આ મત્યું અંગે હોસ્પિટલે સત્તાવર જાહેરાત કરી હતી.હોસ્પિટલ દ્રારા જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસજી (Satyendra Das) એ અંતિમ શ્વાસ લીધા હતા.3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમની ગંભીર હાલતમાં ન્યુરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે (Satyendra Das) 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

13 તારીખે સત્યેન્દ્ર દાસનું નિધન થયું

સમગ્ર ઘટનાને લઈ આચાર્ય સત્યેન્દ્ર દાસ (Satyendra Das) ના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે લાંબી બીમારી બાદ તેમનું લખનઉના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. તેમના શિષ્યો તેમના પાર્થિવ દેહને લઇને અયોધ્યા (Ayodhiya) જવા રવાના થઈ ગયા છે. અંતિમ સંસ્કાર આવતીકાલે (13 ફેબ્રુઆરી) અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે.તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે.

યોગી આદિત્યનાથે શું કહ્યું

આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર સીએમ યોગી આદિત્યનાથે (yogi adityanath) પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! ભગવાન શ્રી રામ દિવંગત સંતને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે. ઓમ શાંતિ! હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

Scroll to Top