અવિમુક્તેશ્વરાનંદ સ્વામીએ સરકાર સામે બાંયો ચઢાવી,માંગ સ્વીકારો નહીં તો…..

avimukteshwaranand: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કુંભ મેળા દરમિયાન ગંગાના પાણીની ગુણવત્તા અને CPCBના રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા હતા. તેંમણે કહ્યું હતું કે આ પાણી સ્નાન માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે અમે વોટર ટેસ્ટિંગ માટે પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ ટેસ્ટિંગ થયું નથી.જેના કારણે કરોડો લોકો પર આ પાણીની અસર પડી શકે તેમ છે.

શંકરાચાર્યની માંગથી રાજકીય વર્તુળોમાં ચર્ચા

રાજકીય પક્ષો પર પ્રહાર કરતા શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, ગૌહત્યાના ગંભીર મુદ્દાને માત્ર ચૂંટણી સમયે વોટ મેળવવા માટે જ ઉઠાવવામાં આવે છે. પરંતુ કોઈ પણ પક્ષ ખરેખર ગાયોના પક્ષમાં છે કે, કેમ તે સ્પષ્ટ થતું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું અમારી સ્પષ્ટ માંગ છે કે તમામ રાજકીય પક્ષો ખુલ્લેઆમ જણાવે કે તેઓ ગાય માતાના સમર્થનમાં છે કે વિરોધમાં. જે પક્ષો વિરોધમાં હોય, તેઓ પણ હિંમતથી સામે આવે. અમે તેમની ઈમાનદારીનું સન્માન કરીશું. શંકરાચાર્યના આ પડકારથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ગાય માતા અંગે સ્ટેન્ડ ક્લિયર કરવાની ચેતવણી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાજકીય પક્ષોને ગાય માતા અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટે 17 માર્ચ સુધીની સમય મર્યાદા આપી છે. તેમણે જણાવ્યું કે આ 33 દિવસનો સમયગાળો 33 કરોડ દેવતાઓના પ્રતીક તરીકે રાખવામાં આવ્યો છે. શંકરાચાર્યએ ચેતવણી આપતા કહ્યું, “જો સરકાર અને તમામ રાજકીય પક્ષો 17 માર્ચ સુધીમાં ગૌમાતા પર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે, તો અમે 17 માર્ચથી દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરીશું.” તેમણે જાહેરાત કરી કે તેઓ પોતે દિલ્હીના રામલીલા મેદાનમાં ધરણા પર બેસશે અને આ આંદોલનનું નેતૃત્વ કરશે.

 

 

Scroll to Top