IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલ,જાણો બંન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ સેમિફાઇનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. 16 વર્ષ પછી બંને ટીમો આ ટુર્નામેન્ટમાં એકબીજા સામે રમવા જઈ રહી છે. આટલા લાંબા સમય પછી બંને ટીમો સેમિફાઇનલમાં સીધી ટક્કર થવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે 2023ના વલ્ડકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવ્યું હતું.

ભારત 4 સ્પિનરો સાથે ઉતરશે?

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ચાર સ્પિનરો ઉતારશે કે નહીં તે અંગે ખુલાસો કર્યો નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે વરુણ ચક્રવર્તીના પ્રભાવશાળી પ્રદર્શન પછી તેમણે કહ્યું કે તે એક આકર્ષક વિકલ્પ જેવું લાગે છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. ચારેય ખેલાડીઓએ મળીને નવ વિકેટ લીધી અને ભારત 44 રનથી જીતી ગયું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કર

2011થી ટીમ ઈન્ડિયા ક્યારેય ICC ODI ટુર્નામેન્ટના કોઈપણ નોકઆઉટ મેચમાં કાંગારૂ ટીમને હરાવી શકી નથી. છેલ્લે જ્યારે ભારતે ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2011ના ODI વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધા હતા. 2023ના વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમે અમદાવાદમાં ભારતને હરાવ્યું હતું.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર-મેકગર્ક, સ્ટીવ સ્મિથ (wk), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (wk), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીઅસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, સ્પેન્સર જોનસન

 

Scroll to Top