IND vs AUS: મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ પર ઓસ્ટ્રેલિયા (australia) એ પકડ મજબૂત કરી લીધી છે. આ ટેસ્ટમાં એક સમયે ભારતે જોરદાર વાપસી કરી હતી.પરંતુ બીજા દિવસની છેલ્લી 20 મિનિટમાં બધું બદલાઈ ગયું અને મેચ ફરી ઓસ્ટ્રેલિયા (australia) તરફ ઝૂકી ગઈ હતી.મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા (australia) ની ટીમ 474 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે દિવસની રમત પૂરી થતાં સુધીમાં 164 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા (australia) થી 310 રન પાછળ છે. દિવસના અંતે ઋષભ પંત 06 રને અને રવિન્દ્ર જાડેજા 04 રન પર રમી રહ્યા છે.
ભારતે માત્ર 6 રનમાં ત્રણ વિકેટ ગુમાવી
એક સમયે ભારતે 153 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.પરંતુ જયસ્વાલ રન આઉટ થતાં જ મેચ પલટાઈ ગઈ હતી.ભારતે માત્ર 6 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ 82, વિરાટ કોહલી 36, કેએલ રાહુલ 24, રોહિત શર્મા 03 અને આકાશદીપ શૂન્ય રને બનાવી આઈટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયા (australia) તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે બે-બે વિકેટ ઝડપી હતી.
રોહિતનું ખરાબ ફોર્મ યથાવત
ચોથી ટેસ્ટમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા.રોહિતનું ખરાબ ફોર્મ યથાવત જોવા મળ્યું હતું.તે ઓપનર તરીકે પણ ફ્લોપ રહ્યો હતો. રોહિત શર્મા પાંચ બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે આવેલા કેએલ રાહુલે 42 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ભારતે 51 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 474 રન બનાવ્યા
આ પહેલા ઓસ્ટ્રેલિયા (australia) એ તેની પ્રથમ ઇનિંગમાં 474 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત કાંગારૂઓએ ભારત સામે 450થી વધુ રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા (australia) તરફથી સ્ટીવ સ્મિથે 140 રનની ઇનિંગ રમી હતી. પેટ કમિન્સે મહત્વપૂર્ણ 49 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.