Boxing Day Test: ઑસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન કરી જાહેર, કોહલીને આઉટ કરનાર બોલર બહાર

Boxing Day Test: ઓસ્ટ્રેલિયા (australia) દ્વારા બોક્સિંગ ડે ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (indvsaus) વચ્ચે 26 ડિસેમ્બર ગુરુવારથી બોક્સિંગ ડે ટેસ્ટ રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ ચોથી ટેસ્ટ હશે. ઓસ્ટ્રેલિયા (australia) એ આ મેચ માટે ખૂબ જ રસપ્રદ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. કાંગારૂ ટીમમાં 19 વર્ષના ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટ્રેવિસ હેડ સંપૂર્ણપણે ફિટ છે અને ગાબા ટેસ્ટમાં વિરાટ કોહલી (virat kohli) ને આઉટ કરનાર જોશ હેઝલવુડ બહાર છે.

19 વર્ષીય સેમ કોન્સ્ટાસને સ્થાન આપવામાં આવ્યુ છે

ઓસ્ટ્રેલિયા (australia) એ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. નાથન મેકસ્વીનીના સ્થાને 19 વર્ષીય સેમ કોન્સ્ટાસને સ્થાન આપવામાં આવ્યુ છે.મેકસ્વીની છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા (australia) ની ટીમનો ભાગ નથી. જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલેન્ડે એડિલેડમાં ટીમ માટે પિંક બોલ ટેસ્ટ પણ રમ્યો હતી. જેમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી અને 5 વિકેટ પણ લીધી હતી.

હેડ મેલબોર્ન ટેસ્ટ માટે સંપૂર્ણપણે ફિટ છે

ઓસ્ટ્રેલિયા (australia) ના સ્ટાર બેટ્સમેન અને સિરીઝના સૌથી વધુ રન બનાવનાર ટ્રેવિડ હેડ પણ ફિટ થઈ ગયો છે.કેપ્ટન પેટ કમિન્સે પત્રકાર સાથે વાત કરતા કહ્યું કે હેડ મેલબોર્ન ટેસ્ટ માટે સંપૂર્ણપણે ફિટ છે. હેડે એડિલેડમાં 140 રન અને બ્રિસ્બેનમાં 152 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત સેમ કોન્સ્ટાસન આ મેંચમાં ડેબ્યું કરવાનો છે. કોન્સ્ટાસન આ પહેલા પ્રાઈમિનિસ્ટર 11 માં ભારતીય ટીમ સામે ખુબ સારૂ પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

Scroll to Top