-આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યા
– બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ રોકાવે
– હિન્દુઓ સડક પર ઉતરી ન્યાય માંગી રહ્યા છે
બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે સતત અત્યાચાર અને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર દુનિયામાં બાંગ્લાદેશ વિરોધ નિવેદનો આપી રહ્યા છે. આ સરકાર હિંસા રોકવાને બદલે ઈસ્કોન મંદિરના સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરુદ્ધ ભડકાવી રહી છે. જ્યારે ભાજપ સરકાર ચોક્કસ પગલા લેવાની જગ્યાએ ઘટનાને ટાળી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચાર બંધ કરવા વર્તમાન સરકાર ખાસ નિર્ણય કરે એવી દરેક જીલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપ સરકાર ચોક્કસ પગલા લેતી નથી
આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ કહ્યું કે હિન્દુઓ હંમેશા વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માને છે. હિંદુઓ સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરીવાર ગણે છે. બાંગ્લાદેશમાં શાંતિપ્રિય હિંદુ સમાજ પર છેલ્લા ઘણા સમયથી સતત હુમલો અને મંદિર તોડી પાડવામાં આવે છે. બાંગ્લાદેશની સરકાર હિન્દુ પરીવાર ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે. મંદિર ઉપર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર દુનિયાના હિંદુઓ ચિંતિત થઈ રહ્યા છે. ત્યારે હિન્દુ પરિવારો ભારત જેવા મોટા હિન્દુ દેશો પાસેથી અપેક્ષા રાખતુ હોય છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ સડક પર ઉતરી ન્યાય માંગી રહ્યા છે
બાંગ્લાદેશમાં હિન્દુઓ સડક પર ઉતરી ન્યાય માંગી રહ્યા છે. ત્યારા ભારત દુનિયાનો સૌવથી મોટો હિન્દુ વસ્તી ધરાવતો દેશ છે. બાંગ્લાદેશના હિન્દુઓ ભારત પાસે આછા રાખતા હોય છે.ભાજપ સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વના હિન્દુઓ વતી અમારી ભાજપ સરકાર સમક્ષ માંગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિન્દુ પરિવારો, સાધુ-સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે.