ભારતીય ટીમને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહને કેપ્ટન હશે. કેપ્ટન રોહિત શર્મા હાલમાં તેના પરિવાર સાથે છે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. આથી રોહિત પર્થ ટેસ્ટ નહીં રમે. તેની ગેરહાજરીમાં બુમરાહને જવાબદારી મળવાની છે.
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
બોર્ડર-ગાવસ્કર સિરિજની પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. જસપ્રીત બુમરાહ આ મેચ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. રોહિતની ગેરહાજરીમાં બુમરાહને જવાબદારી સોંપવામાં આવશે. રોહિત મુંબઈમાં છે અને પુત્રના જન્મ પછી ત્યાં જ રહેવા માંગે છે. બુમરાહ ટીમ ઈન્ડિયાનો અનુભવી ઝડપી બોલર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેંચ માટે રોહિત એડિલેડ પહોંચી શકે છે. ટીમ ઈન્ડિયા માટે બીજી સમસ્યા એ છે કે, શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો છે. તેથી તેમના સ્થાને દેવદત્ત પડિકલને તક મળી શકે છે. જો કે આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.
પ્રથમ ટેસ્ટમાં રાહુલ અને યશસ્વી ઓપનિંગ કરી શકે છે
ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રાહુલ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેણે નેટ્સમાં ઘણી બેટિંગ પણ કરી છે. રાહુલ અને યશસ્વી જયસ્વાલ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે છે. રાહુલે ભારત માટે 53 ટેસ્ટ મેચમાં 2981 રન બનાવ્યા છે.
22 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે
ગિલ ટીમ ઈન્ડિયા માટે ત્રીજા નંબર પર બેટિંગ કરે છે. એક સમાચાર અનુસાર શુભમન શનિવારે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ગીલની આંગળીમાં ઈજા થઈ છે. ગિલની ઈજા અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે. જો ગિલ ત્યાં સુધીમાં સ્વસ્થ થઈ ગયો હોત, તો તે પ્રથમ ટેસ્ટમાં રમશે નહીં તો તે તેમાંથી બહાર થઈ જશે. ગીલે ભારત માટે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે. તેની ઈજા ટીમનું ટેન્શન વધારી શકે છે. ગિલની ઈજા અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી ત્રણ દિવસમાં આ અંગે માહિતી આપી શકે છે.