ગુજરાતમાં હાલમાં Asiatic Lion ની 16મી વસતી ગણતરી પૂર્ણ થઈ છે. અને હવે, રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ 2025માં સિંહોની વસ્તીમાં વધારો થયો. Gujarat Government ના આંકડા અનુસાર, 2025માં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી છે.
Asiatic Lion ની સંખ્યામાં એક વર્ષમાં 217 એશિયાટિક સિંહનો વધારો થયો છે. નોંધનીય છે કે 1963માં પ્રથમ વખત સિંહની વસ્તી ગણતરી વન વિભાગે કરી હતી. 2010માં પહેલીવાર ટેક્નોલોજી આધારિત સિંહની વસ્તી ગણતરી થઈ હતી. આ વખતે 35000 ચોરસ મીટર જગ્યામાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી છે. 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી.
એશિયાભરમાં ભારતની શાન એશિયાટિક સિંહ ગુજરાતમાં છે. મેક ઈન ઇન્ડિયાના લોગોમાં પણ Asiatic Lion નો રાખવામાં આવ્યો છે. રાજ્યમાં 1995માં 304 સિંહ, 2001માં 327, 2005માં 359, 2010માં 441, 2015માં 523 સિંહની સંખ્યા હતી. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અંદાજિત 674 સિંહ નોંધાયા હતા. અને આ વર્ષે 891 સિંહની સંખ્યા જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સિંહની સંખ્યા ખૂબ સારી રીતે વધી રહી છે.
CM Bhupendra Patel કહ્યું હતું કે એશિયાટિક સિંહ ગુજરાતની આન-બાન- સાન છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સિંહની ગણતરી કરાઈ છે. સિંહોના સંવર્ધનના સરકારના પ્રયાસો સફળ સાબિત થયા હતા. રાજ્યમાં સિંહોની વધતી સંખ્યા ગુજરાતીઓ માટે ગૌરવ છે.
સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક સિંહોને Radio Collar પહેરાવવામાં આવ્યા છે, જેથી સિંહ તેમજ તેના જૂથનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત GIS સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.