Asaram: આસારામની 12 વર્ષ બાદ અમદાવાદની મુલાકાતે છે.તેઓ અમદાવાદના મોટેરા ખાતે આશ્રમમાં એન્ટ્રી કરી હતી. આસારામ (Asaram) ની આશ્રમમાં એન્ટ્રી થતા તેમના ચાહકો મોટેરા પહોંચવા લાગ્યા હતા. સ્થિતી ન વણસે તે માટે ચાંદખેડા પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આસારામ (Asaram) મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેવામાં આવશે. આ પહેલા આસારામ (Asaram) 25 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો.
અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો
જામીન પર છૂટેલા આસારામે (Asaram) કોર્ટના આદેશની અવગણના કરી ગત 25 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આસારામ (Asaram) ના ફોટો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ દોડતી થઈ હતી. કોર્ટના આદેશની અવગણના અને પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતાં હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોટેરા આશ્રમમાં એકલા રહેશે
આ દરમિયાન આસારામને કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ આપવાની સાથે આસારામ હૉસ્પિટલ ઉપરાંત આશ્રમમાં પણ સારવાર લઈ શકશે. જેમાં આસારામ જોધપુરના ભગત કી કોઠી સ્થિત આરોગ્યમ્ હૉસ્પિટલથી 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે નીકળીને પાલ ગામ પહોંચ્યા હતા. જ્યાં આસારામ (Asaram) તેમના આશ્રમમાં લટાર મારતાં હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા
દુષ્કર્મના કેસમાં દોષી સાબિત થતાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં.પરંતુ આસારામે (Asaram) નિયમો ભંગ કરી તેમણે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો.



