Arvind Ltd.: GPCB દ્વારા આ કંપની સામે શો કોઝ નોટિસ જાહેર

Arvind Ltd.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અમદાવાદ શહેરમાં આવેલી ઔદ્યોગિક એકમ M/s Arvind Ltd., નરોડા સામે હવા અધિનિયમ, 1981 હેઠળશો કોઝ નોટિસજાહેર કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા 25 માર્ચ 2025ના રોજ કરવામાં આવેલી સ્થળ તપાસ દરમિયાન, કંપનીએ પોતાના પ્લાન્ટમાં Sludge Dryer માટે જરૂરી SMF stack (સ્ટેક) પૂરું પાડી નથી તેમ જાણવા મળ્યું હતું. આ અવગણના કન્સેન્ટ ટૂ ઓપરેટ હેઠળના નિયમોનો ભંગ ગણાય છે.

પ્રદૂષણના પાપે કેવી રીતે કામ કરે આ કંપની, તેને લઈને સૌથી મોટો ખુલાસો… ટૂંક સમયમાં Newz Room Gujarat પર…

Arvind Ltd.

આ પણ વાંચો – Gondal: સબ જેલમાં હવામાંથી એક પડીકું આવ્યું!

બોર્ડે કંપનીને આપેલી નોટિસમાં જણાવાયું છે કે, તેઓએ આ નોટિસ પ્રાપ્ત કર્યા બાદ 15 દિવસની અંદર જવાબ આપવા જરૂરી છે નહીં તો કંપની સામે ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ નોટિસ હવા પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમની કલમ 31(A) અને 21 હેઠળ આપવામાં આવી છે. નોટિસ પ્રાદેશિક અધિકારી ડૉ. ટી. એલ. પટેલ દ્વારા જારી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંકેત મળે છે કે બોર્ડ ઔદ્યોગિક પ્રદૂષણના મામલાઓમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે.

પરંતુ શું આ પ્રતિબદ્ધ ફક્ત કાગળ પર જ સિમિત રહેશે કે પછી હકિકતમાં આટલી મોટા બેદરકારી પર એક્શન લેવામાં આવશે. કારણ કે ઘણીવાર આવા નોટિસ મોટી મોટી કંપનીઓને GPCB આપે છે. પરંતુ તેના પર કેટલી કાર્યવાહી થાય છે એ સૌ કોઈને ખબર છે. હવે જોવાનું રહેશે કે આગળ GPCB કેવી રીતે કાર્યવાહી કરશે. GPCB ની જવાબદારી છે કે આ નોટિસની સાથે કડક કાર્યવાહી થાય અને એક એવો દાખલો બેસાડે જેનાથી આવનારા સમયમાં આવી કંપનીઓ નિયમનો ભંગ ન કરે.

Scroll to Top