જૂનાગઢના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો સર્જાયો છે. માણાવદરના ધારાસભ્ય Arvind Ladani એ ભૂતપૂર્વ મંત્રી Jawahar Chavda સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. લાડાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર વીડિયો મૂકી ચાવડાને સીધા નિશાન બનાવ્યા હતા. પોતાના આક્ષેપોમાં તેમણે જણાવ્યું કે 1990 પહેલા માણાવદર APMC કાર્યરત હતું, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી APMCમાં ચાવડા પરિવારનું એકહથ્થું શાસન રહ્યું છે.
આ પણ વાંચો – Amit Shah: મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા થશે?
Arvind Ladani એ સૌથી મોટો આરોપ મૂકી કહ્યું કે, APMCમાંથી વસૂલાયેલા 50 કરોડ રૂપિયાની સેસના પૈસા ક્યાં ગયા? તેમણે સીધો સવાલ કર્યો કે આ નાણાંનો હિસાબ લોકો સામે કેમ મૂકવામાં આવ્યો નથી. તેમજ, લાડાણીએ ચાવડા પર આરોપ લગાવ્યો કે તેમના કારણે આજે માણાવદરનો જિન ઉદ્યોગ તૂટી પડ્યો છે અને ઘણા વેપારીઓ તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.



