ભાજપના ધારાસભ્ય Arjun Modhwadia એ કોંગ્રેસ નેતા Rahul Gandhi પર તંજ કસ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસનાં અધિવેશન સમયે રાહુલ ગાંધીએ લગ્નનાં ઘોડા અલગ કરવાનું નિવેદન આપ્યું હતું, જેનાં પર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે,
2014 માં હું @INCGujarat નો પ્રમુખ હતો, જ્યારે માનનીય @RahulGandhi જીએ રાજકોટના કાર્યકર્તાઓની સભામાં “રેસના ઘોડા અને લગ્નના ઘોડા” વિષય પર ભાષણ આપ્યું હતું. તેઓ આજ સુધી દરેક ભાષણમાં એક જ મુદ્દો પુનરાવર્તન કરી રહ્યા છે.
આટલા વર્ષો પછી પણ, રેસના ઘોડા ઓળખાયા નથી! આનો અર્થ એ છે કે ઘોડેસવાર પોતે ઘોડાની ઓળખ જાણતો નથી અને જ્યારે તે હારે છે ત્યારે ઘોડા પર દોષારોપણ કરે છે!
કોઈ પણ પક્ષના કાર્યકર્તાને ‘લગ્નના ઘોડા’ અથવા ‘લંગડો ઘોડો’ કહેવું એ અપમાનજનક ટિપ્પણી છે.
આ પણ વાંચો – Gopal Italia: જાણો કેટલી છે AAP ના ઉમેદવારની સંપત્તિ