Arjun Modhwadia: દિલ્હીમાં પોરબંદરના વિકાસકાર્યો માટે રજૂૂઆત

Arjun Modhwadia

પોરબંદરના ધારાસભ્ય Arjun Modhwadia તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કેન્દ્ર સરકારના અગ્રણી મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી. તેમણે કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે વિશિષ્ટ બેઠક કરી હતી અને ત્યારબાદ શિવરાજસિંહ ચૌહાણ તથા નિતિન ગડકરી સહિત અન્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાતોનો મુખ્ય ઉદ્દેશ Porbandar વિધાનસભા ક્ષેત્રના માર્ગ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ માટે કેન્દ્ર સરકાર પાસે યોગ્ય માંગ કરવી રહી.

મુખ્‍ય માંગણીઓ:

  • ગડુથી માધવપુર સુધીના રોડને ફોરલેન બનાવવો.
  • માધવપુર – પોરબંદર – હર્ષદ માર્ગ ઉપર આવેલા ગામોમાં સર્વિસ રોડ અને અંડરપાસની સુવિધા વિકસાવવી.
  • પોરબંદર બાયપાસ રોડ પર સર્વિસ રોડ પ્રદાન કરવો.
  • પોરબંદરથી અડવાણા સુધીનો માર્ગ ફોરલેન કરવો.
  • પોરબંદરથી ખંભાળીયા વચ્ચે નવો નેશનલ હાઈવે વિકસાવવો.
  • પોરબંદર – ભાણવડ અને રાણાવાવ ત્રણ રસ્તા સુધીના માર્ગોના કામોને ઝડપથી શરૂ કરાવા.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (ફેઝ-4) હેઠળ પણ મોઢવાડિયાએ મહત્વની માંગણી રજુ કરી છે. તેમણે જણાવ્યું કે પોરબંદર વિધાનસભા વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારના ખેડૂતો માટે 139 નવા રસ્તાઓ બનાવવા અંગે દરખાસ્ત કરવામાં આવી છે અને તે માટે મંજુરી અપાવવાની વિનંતી તેમણે મંત્રીઓને આપી છે.

આ પણ વાંચો – Ribda: પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં નવો વળાંક

અર્જુન મોઢવાડિયાનું નિવેદન:
“પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોના માર્ગોને સુધારવું સમયની આવશ્યકતા છે. ખેડૂતોએ બજાર સુધી પહોંચવા માટે સરળતા અનુભવવી જોઈએ અને વહીવટી તંત્ર પણ વિકસિત માર્ગ સુવિધા દ્વારા વધુ અસરકારક રીતે કામ કરી શકે.” Arjun Modhwadia ની આ મુલાકાતથી પોરબંદર જિલ્લાના માર્ગ વિકાસ માટે નવી આશા જગાઈ છે. હવે જોઈ શકાય કે કેન્દ્ર સરકાર તેમની આ માગણીઓને કેટલી ઝડપથી મંજૂરી આપે છે.

Scroll to Top