Arjun kapoor શૂટિંગ દરમિયાન થયો ઈજાગ્રસ્ત, કારણ જાણી શોકી જશો

Arjun kapoor: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર(Arjun kapoor)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અભિનેતા તેની આગામી ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના સેટ પર ઘાયલ થયો છે. અભિનેતાની સાથે સેટ પરના અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, અભિનેતા ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેની સાથે આ દુર્ધટના બની હતી. બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂર (Arjun kapoor) ની સાથે તેમની ફિલ્મના સેટ પર અન્ય ઘણા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. અચાનક સેટની છત પડી ગઈ અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના સેટ પર ઘાયલ થયો

બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, રોયલ પામ્સના ઈમ્પીરિયલ પેલેસમાં અર્જુન કપૂર (Arjun kapoor) ની ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. અહીં અભિનેતા એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ અચાનક સેટની છત પડી ગઈ અને તેના કારણે કલાકારો ઘાયલ થયા. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં અર્જુન કપૂર (Arjun kapoor) ની સાથે અભિનેતા-ફિલ્મ નિર્માતા જેકી ભગનાની અને નિર્દેશક મુદસ્સર અઝીઝ પણ ઘાયલ થયા છે.

સાથી કર્મી પણ ઈજાગ્રસ્ત

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના કર્મચારી અશોક દુબેએ આ ઘટના પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે ગીત શૂટ થઈ રહ્યું હતું, ત્યારે તેના અવાજના કારણે સેટ પણ ધ્રૂજવા લાગ્યો હતું. તેની અસર છત પર પણ પડી અને તે અચાનક પડી ગઈ. અકસ્માતમાં અશોક દુબેને પણ માથા અને હાથમાં ઈજા થઈ હતી. અર્જુન અને જેકી પણ ઘાયલ છે.

Scroll to Top