Sri Lanka: થાઈલેન્ડ બાદ PM Modi શ્રીલંકન પ્રમુખ દિસાનાયકેના આમંત્રણ પર શ્રીલંકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે.જ્યાં તેમને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. મિત્ર વિભૂષણ પુરસ્કાર એ PM Modiને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.આ સર્વોચ્ચ નાગરિક સન્માન જે શ્રીલંકા સાથે ખાસ મિત્રતા જાળવી રાખનારા વિદેશી મહાનુભાવોને આપવામાં આવે છે.PM Modiએ કહ્યું કે આ ફક્ત મારું સન્માન નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.વિશેષ કે અહી પ્રધાનમંત્રી મોદીનું રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. સ્વતંત્રતા ચોક ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. PM Modi અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે અહીં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન PM Modiએ ભારતીય માછીમારોની ધરપકડ અંગે ચર્ચા કરી હતી.PM Modiએ કહ્યું હતું કે આ માછીમારોની આજીવિકાનો મુદ્દો છે. અને માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટોને મુક્ત કરવાની વાત કરી છે.PM Modiની શ્રીલંકા ખાતે આ ચોથી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સાત કરારો પર હસ્તાક્ષર થયા. જેમાં મહત્વનો સંરક્ષણ ભાગીદારી કરાર થયો. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.આ સિવાય બંને દેશો વચ્ચે ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પણ એક કરાર થયો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને પ્રમુખ દિસાનાયકે સમપૂર સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું.બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ અનુરા કુમાર દિસાનાયકેની હાજરીમાં એક ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા.
શું છે મિત્ર વિભૂષણ એવોર્ડ….જાણો
શ્રીલંકા મિત્ર વિભૂષણ એ શ્રીલંકન સન્માન છે, જે શ્રીલંકાના લોકો પ્રત્યેની મિત્રતા અને એકતાની પ્રશંસામાં, “શ્રીલંકાના લોકો પ્રત્યેની મિત્રતા અને એકતા માટે ” શ્રીલંકાના મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા રાષ્ટ્રના વડાઓ અને સરકારના વડાઓને આપવામાં આવે છે. આ પુરસ્કારમાં રજત પદક અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત 2008માં શ્રીલંકાના તત્કાલીન પ્રમુખ મહિન્દા રાજપક્ષે દ્વારા કરવામાં આવી હતી.
ક્યાં ક્યાં નેતાઓને મળ્યો છે આ પુરસ્કાર
આ પુરસ્કાર વડાપ્રધાન મોદી સિવાય બીજા ત્રણ લોકોને આપવામાં આવ્યું છે.જેમાં માલદીવના રાષ્ટ્રપ્રમુખ મૌમૂન અબ્દુલ ગયૂમ (2008), બે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપ્રમુખો મહમૂદ અબ્બાસ અને યાસર અરાફાતને (2014) શ્રીલંકા મિત્ર વિભૂષણ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે.