Anirudhsinh Gohil: કોંગ્રેસ નેતાનો દીકરો દુષ્કર્મ આચરનાર આરોપી

Anirudhsinh Gohil

વડોદરા જીલ્લાના Congress નેતા Rajendrasinh Gohil ના દિકરા Anirudhsinh Gohil પર 21 વર્ષીય યુવતી એ દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપ લગાવતા કીધું, “અનિરુદ્ધ મને માર મારીને હોસ્પિટલ લઈ ગયો અને એબોર્શન કરાવ્યું.” ફરીયાદના 6 દિવસ થયા હોવા છતાં હજી આરોપીને પોલીસ પકડી શકી નહી.

વડોદરા જીલ્લાના કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના દિકરા Anirudhsinh Gohil વિરુદ્ધ Rape અને Atrocity ની પોલીસમાં ફરીયાદ કરી. આરોપીએ યુવતીના ઘરે અને હોટેલમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની યુવતીના પરિવારને પણ જાણ થઈ હતી. યુવતીએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું, “અનિરુદ્ધને મારા નંબર એના મામાના છોકરાએ આપ્યા હોવાથી અમે 2 વર્ષથી સંપર્કમાં હતા. એણે મને અનગઢ ખાતે મસાણી માતાના મંદિરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું.” અનિરુદ્ધે ફરિયાદીને લગ્ન કરવાનો વાયદો કર્યો. આવું તેણે વારંવાર કર્યું. આથી યુવતી Pregnant થઈ. આથી તેણે હોસ્પિટલમાં રિપોર્ટ્સ કરાવી અને અનિરુદ્ધને પ્રેગનેન્સી વિશે કહ્યું હતું. તો અનિરુદ્ધે એબોર્શન કરાવવાનું કહ્યું, પણ યુવતીએ ના પાડી દીધી.

આ બાદ અનિરુદ્ધે સોનોગ્રાફી કરાવી અને કહ્યું કે બાળકના મગજમાં ખામી છે, એટલે એબોર્શન કરાવવું પડશે. પરંતુ યુવતીએ ચોખ્ખી ના પાડતાં, અનિરુદ્ધ યુવતીને માર મારતા તેને હોસ્પિટલ લઈ ગયો. અનિરુદ્ધે તેના 7- 8 મિત્રોને કાર લઈને અને મામાને બંદુક લઈને બોલાવ્યો હતો. આરોપીએ યુવતીને મારવાની દવા આપી અને એબોર્શન માટે હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ અનિરુદ્ધે યુવતીની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી એબોર્શન કરાવ્યું. અનિરુદ્ધના મા-બાપ, મામા-મામી, તેના મિત્રો સહિત 7-8 લોકો તેમજ નર્સ પણ અપરાધમાં સામેલ છે. યુવતીએ કહ્યું, “તેના કારણે હું ડિપ્રેશનમાં જતી રહી.આરોપીને જામીન ના મળવા જોઈએ.”

આ પણ વાંચો – Surendranagar: વઢવાણમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવો જ બનાવ

આ પણ વાંચો – Hiralba Jadeja: સાયબર ફ્રોડ ગેંગના માસ્ટરમાઈન્ડ!

યુવતીના પરિવારને જાણ થતાં તારીખ 14ના રોજ યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી ની પોલીસમાં ફરીયાદ કરી. પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કર્યું. ફરીયાદ નોંધાતા STSC CELL ના ACP C. B. સોલંકીએ 2 ટીમો બનાવી અને ઘટનાના આરોપી અનિરુદ્ધની શોધખોળ શરૂ કરી દીધી છે. પરંતુ ફરીયાદના 6 દિવસ થયા છતાં પોલીસ આરોપીને શોધી શકી નથી.

Scroll to Top