America News: પંજાબના રામદાસના રહેવાસી 33 વર્ષીય ગુરપ્રીતનું ડંકી માર્ગે અમેરિકા જતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ દુ:ખદ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરીના જોખમોને ઉજાગર કર્યા છે. એક ટ્રાવેલ એજન્ટ દ્વારા મૃતક યુવકને અમેરિકા (america) મોકલવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેના માટે તેણે યુવક અને તેના પરિવાર પાસેથી 36 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
36 લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા પહોંચવા માગતો હતો
ગુરપ્રીતને અમેરિકા (america) મોકલવા માટે ટ્રાવેલ એજન્ટોએ ડંકી રૂટે ગેરકાયદેસર રીતે અલગ-અલગ દેશો ફેરવી અમેરિકા મોકલ્યો હતો.આ પ્રવાસ દરમિયાન ગુરપ્રીતને ગ્વાટેમાલા અને મેક્સિકો નજીક હાર્ટ એટેક આવ્યો હતો.જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ ઘટના ગેરકાયદેસર ઇમિગ્રેશનની ગંભીરતા દર્શાવે છે, જ્યાં લોકો વધુ સારા જીવનની શોધમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
મેક્સિકો નજીક હાર્ટ એટેક આવતા મોત
ગુરપ્રીતના પરિવારનું કહેવું છે કે ટ્રાવેલ એજન્ટોએ યુવકને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનું વચન આપ્યું હતું. તેના બદલામાં તેણે પરિવાર પાસેથી 36 લાખ રૂપિયા લીધા હતા.આ ગેરકાયદેસર મુસાફરી દરમિયાન ગુરપ્રીતને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરિવારનો આરોપ છે કે ટ્રાવેલ એજન્ટોએ ગુરપ્રીતને સુરક્ષિત વિદેશ મોકલવાનું ખોટું આશ્વાસન આપ્યું હતું.